ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે યે, વેલા વેલા આવજ રે ..
ચૂંટણી ટાણે ઘેરૈયાએ ગીત સંગીત સાથે આદિવાસી બોલીમા રજૂ કરી વિકાસની વરવી ગાથા
નેત્રંગના કોલીવાડા ગામના વાયરલ થયેલા વીડિયોમાં ભાજપના ઉમેદવારને જબરે યાદ કરતા ગ્રામજનો
ભરૂચ લોકસભાની ચૂંટણી ભાજપ અને આપના આદિવાસી ઉમેદવારો વચ્ચે આદિવાસી પ્રજામાં જ અનોખી બની રહી હોય તેમ રોજ રોજ વાયરલ થતા વિડીયો પરથી લાગી રહ્યું છે.
હાલમાં જ હોળી-ધુળેટી પર્વ ગયું. આદિવાસીઓમાં દિવાળી કરતા પણ હોળી પર્વનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે હોળી-ધુળેટી પર્વ પર ઘેરૈયા બેનેલાં આદિવાસીએ આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થવા સાથે લોકસભા ચૂંટણી વચ્ચે લોકોને અનોખું મનોરંજન પણ પીરસી રહ્યું છે.
ગામ છે નેત્રંગ તાલુકાનું કોલીવાડા જ્યાં ભાજપના 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર 3 વર્ષ પેહલા ત્રિકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કરી ગયા હતા. જોકે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે યે, વેલા વેલા આવજ રે .. ગીત ગાય સાદ આપ્યો છે.
વાયરલ થઈ રહેલા આ આદિવાસી ઘેરૈયો મનસુખ વસાવા ત્રિકમ મારી રે ગયા, તીન તીન વરહ વીતીજી યે, રોડ ન બન્યા રે મનસુખ ગાય, જબરે યાદ કરતે યે, વલા વલા આવજ રે નું કહેણ કહી વિકાસની વરવી વાસ્તવિકતાને છતી કરતો નજરે પડી રહ્યો છે.