Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં ગરબા રમવાના મામલે પરિવાર પર 11 જણાનો હુમલો

Share

 

ભરૂચના ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતાં ધનુબેન બુધિયા વસાવાને ત્યાં ભોલાવ ગામે કામધેનુ સોસાયટીમાં રહેતી તેની પુત્રી સવિતા તેમજ તેમના જમાઇ રમેશ ચૌહાણ, પૌત્રી લક્ષ્મી તથા સોનુ અને પૌત્ર બળવંત અાવ્યાં હતાં. જેઅો રાત્રીના સમયે વિસ્તારમાં થતાં ગરબામાં જતાં ત્યાં હાજર કલ્પેશ છના વસાવાઅે તેમને તમે બહારના છો તો અહીંયા ગરબા રમવા કેમ અાવ્યાં છો તેમ કરી ઝઘડો કર્યોહતો.

Advertisement

મામલો ગરમાતાં કલ્પેશનું ઉપરાણું લઇને હેમંત ઉર્ફે ચેઇન મહેશ વસાવા, દિપક મંગુ વસાવા, અમિત મંગુ વસાવા, કલ્પેશ મહેશ વસાવા, કાલુ જેઠા વસાવા, સુનિલ જગુ વસાવા, જગદિશ સુરેશ વસાવા, સંતોષ વસાવા, અજય જેઠા વસાવા તેમજ રાકેશ વસાવાઅે તેમની ઉપર હૂમલો કરી સવિતા તેમજ તેની બહેન હિરા પર હૂમલો કરી તેને ઇજાઅો પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે અે ડિવિઝન પોલીસે ગુનો નોંધી અાગની કાર્યવાહી હાથ ધરી છે.સૌજન્ય


Share

Related posts

સુરત-ઓલપાડ રોડ ઉપર અક્સ્માત: મહિલાનું ઘટનાસ્થળે મોત થતાં લોકોએ ચક્કાજામ કર્યું

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં લોકશાહીના મહાપર્વની ઉજવણીનો થનગનાટ : ૭૪ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા.

ProudOfGujarat

શામળાજી પોલીસે કારમાં અમદાવાદ લઇ જવાતો 1.26 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!