ભરૂચ લોકસભા નો જંગ -બેઠક ના રાજકીય ગણિત માં લાભ ઉઠાવવા ઑવૈસી ની પાર્ટી AIMIM કરશે એન્ટ્રી
-ભરૂચ લોકસભા બેઠક નિર્ણાયક રહેલા લઘુમતી મતો નું વિભાજન શક્ય
-ઑવૈસી ની એન્ટ્રી ઇન્ડિયા ગઠબંધન ને ભારે પડે તેવા એધાંણ
દેશ માં લોકસભા ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે, ગુજરાતમાં લોકસભા ની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાવવા જઈ રહી છે, ચૂંટણીઓ માં સતત ચર્ચાનું કેન્દ્ર બનેલ ભરૂચ લોકસભા બેઠક નો રાજકીય જંગ દિવસે ને દિવસે વધુ રસપ્રદ બનતો જઈ રહ્યો છે,
એક તરફ બેઠક જાળવી રાખવા અને તેના પર પાંચ લાખ મતો ની લીડ થી જીત હાસિલ કરવાના દાવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા આ બેઠક પર જીત મેળવવા માટે સતત પ્રચાર અને પ્રવાસ કરી રહ્યા છે,
બેઠક ના રાજકીય ગણિત ને જોતા અહીંયા 17 લાખ જેટલાં મતદારો છે, જેમાં સૌથી વધુ આદિવાસી મતદારો અને બાદ માં લઘુમતી સમાજ ના મતો નિર્ણાયક સ્થિતિ માં માનવા માં આવે છે, બેઠક પર ની સાત વિધાનસભા પૈકી એક માત્ર ડેડીયાપાડા ને બાદ કરતા તમામ પર ભાજપ નો ભગવો લહેરાયો છે,
ઇન્ડિયા ગઠબંધન થકી બેઠક આમ આદમી પાર્ટી ના ફાળે ગઈ છે, જે બાદ કોંગ્રેસ ના કેટલાય હોદ્દેદારો એ મામલે પક્ષ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી, કેટલાક એ તો પાર્ટી માંથી રાજીનામાં પણ આપી દીધા હતા ત્યારે જેમ જેમ ચૂંટણી ની તારીખો નજીક આવતી જાયઃ છે તેમ તેમ બેઠક નો રાજકીય જંગ રોમાંચિત બની રહ્યો છે,
મુખ્યત્વે બે પાર્ટી ના ઉમેદવારો વચ્ચે અત્યાર સુધી સીધો જંગ જામ્યો છે તેવામાં હવે આ રાજકીય જંગ માં ઑવૈસી ની પાર્ટી એમ આઈ એમ એ પણ ઝંપલાવ્યું છે, કહેવાય છે કે ઑવૈસી ની પાર્ટી ગુજરાતમાં બે બેઠક પર ચૂંટણી લડવાની છે જેમાં ભરૂચ અને ગાંઘી નગર બેઠક નો સમાવેશ થાય છે,
ભરૂચ લોકસભા બેઠક પર ઑવૈસી ની એન્ટ્રી થી રાજકીય ગણિત બગડે તેવા એધાંણ વર્તાઇ રહ્યા છે,ખાસ કરી એમ આઈ એમ ઉમેદવાર ઉભો રાખે તો લઘુમતી સમાજ ના મતો રાજકીય ગણિત જોતા વિભાજીત થવાની પુરે પૂરી શક્યતાઓ સેવાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે,
જો ચોક્સ એક વર્ગ ના મતો ડિવાઇટ થાય તો ઇન્ડિયા ગઠબંધન ને મોટો ફટકો પડી શકે તેવી સ્થિતિ વર્તમાન રાજકીય ગણિત ને જોતા સર્જાઈ હોવાનું કહેવાય છે, તેવામાં ઑવૈસી,મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જામેલા રાજકીય યુદ્ધ ની બાજી માં લાભ ઉઠાવવા ના પ્રયાસો કરશે તેમ ચર્ચાઈ રહ્યું છે,
મહત્વ નું છે કે ત્રીસ વર્ષ ઉપરાંત ના સમય ગાળા દરમ્યાન થી ભરૂચ લૉકસભાં બેઠક ભારતીય જનતા પાર્ટી ના ગઢ સમાન બની ચુકી છે, ત્યારે આ ગઢ ના પાયા હચ મચાવવાં વિરોધી પક્ષો માટે પડકાર સમાન હોવાનું પણ કહેવાય છે ત્યારે ત્રીજા પક્ષ તરીકે શું ઑવૈસી ની પાર્ટી આ બેઠક પર કંઈક કમાલ કરી શકશે, કે પછી માત્ર રાજકીય ગણિત બગાડવા ના જ પ્રયાસ કરશે..? તે બાબત તો આગામી સમય માં જ ખબર પડી શકે તેમ છે,