Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાની સસ્તા અનાજ ની દુકાનમાં ગેરરીતિ?…જાણો વધુ

Share

પંચમહાલ જિલ્લામાં આવેલ કાલોલ ઘોઘંબા અને હાલોલ તાલુકામાં આવેલ 18 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા તથા તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કાલોલ તાલુકામાં આવેલ સરકાર માન્ય પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર વેજલપુર ગામની દુકાનમાંથી બે કટ્ટા અનાજની વધ આવતા સરકાર સસ્તા અનાજના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને તેમની ટીમ ગઇકાલે પંચમહાલ જિલ્લા આવેલ કાલોલ, ઘોઘંબાના હાલોલ તાલુકામાં આકસ્મિક ચેકીગ હાથ ધરવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકામાં સમાવેશ થતી 1.વેજલપુર મંડળી 2. ખરસાલીયા 3. કરાડા 4. ખંડેવાળ 5. બેઢિયા-1 6. બેઢિયા -2 7. બેઢીયા-3 8 . દેલોલ -1 9. દેલોલ-2 10. દેલોલ-3 11. દેલોલ -4 તથા ઘોઘંબા તાલુકાની 1. દોલતપૂરા 2. ચંદ્રનગર 3. કણબી પાલ્લા ઘોઘંબા 4. રણજીતનગર -1 5. રણજીતનગર -2 તથા હાલોલ તાલુકાની 1. ઢિકવા-2 2.કંટેલી ગામની આમ પંચમહાલ જિલ્લા આવેલા ત્રણેય તાલુકાની કુલ મળી 18 જેટલી સરકાર માન્ય વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં હાથ ધરવામાં આવી હતી.

Advertisement

જેમાં કાલોલ તાલુકાની સરકાર માન્ય પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર વેજલપુર ગામની FPSમાં ,ચોખા 63 kg 1 કટ્ટા વધ તથા બાજરી 41 kg 1 કટ્ટાની વધ તથા તુવેરદાળ 16 kg ની ધટ આમ કુલ મળી 02 કટ્ટાની વધ મળી આવી હતી જેની બજાર કિંમત રૂપિયા ₹ 5500 રૂપિયા થાય છે. આમ સરકારી સસ્તા અનાજની વાજબી ભાવના દુકાનદાર સામે વધ પડેલ જથ્થા અંતર્ગત કુલ રૂ. 5500 રૂપિયા જથ્થો સીઝ કરી કાલોલ તાલુકાના સરકાર માન્ય પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર વેજલપુર ગામના સંચાલક સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

રાજપીપળા : નર્મદા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા વિવિધ માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ ખાતે કોરોના દર્દીઓ માટે 200 બેડની કોવીડ હોસ્પિટલ શરૂ કરવા બાબતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

દાંડિયા બજાર ગટર લાઈનના ખોદકામથી લોકોને પારાવાર તકલીફો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!