ડેડીયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપ ના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે.મનસુખ વસાવા
-જો આમ થયું જ હોય તો મનસુખભાઇ પુરાવા સાથે કાયદેસર ની કાર્યવાહી કરાવે, ચૈતર વસાવા
ભરૂચ લોકસભા બેઠક પર નો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે, બેઠક ના જંગ માં મુખ્યત્વે બંને પક્ષ ના ઉમેદવારો આક્ષેપો પ્રતિ આક્ષેપો ઉપર ઉતરી આવ્યા છે, તેવામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઇ વસાવા એ આજે સોશિયલ મીડિયા મારફતે એક પોસ્ટ મૂકી આમ આદમી પાર્ટી ના આગેવાનો ઉપર ભ્રસ્ટાચાર ના ગંભીર આક્ષેપો કર્યા હતા,
મનસુખભાઇ વસાવા એ તેઓની પોસ્ટ થકી લખ્યું હતું કે સાગબારા અને ડેડીયાપાડા વિસ્તારમાં હોળી ના નામે આપ ના આગેવાનો નાણાં ની ઉઘરાણી કરી રહ્યા છે,આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યશ્રી નું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે. અને આવી ઘટનાઓ તાલુકાના બધાજ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની – રૂપિયાની માંગણી કરતા રહે છે. જેની સીધી અસર વિકાસના કામો પર પડશે તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ ને નમ્ર અપીલ છે કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહિ કામમાં ગુણવત્તા જાળવો આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું તેમ જણાવ્યું હતું,
મનસુખભાઇ વસાવા દ્વારા કરવામાં આવેલ આક્ષેપો મામલે ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા એ વળતો પ્રહાર કર્યો હતો અને મનસુખભાઇ પાસે જો મામલા અંગેના પુરાવા હોય તો તેઓ કાયદેસર ની કાર્યવાહી કરાવે તેમ જણાવ્યું હતું સાથે સાથે મનસુખભાઇ વસાવા અને ભાજપ એ નર્મદા જિલ્લા માં તાજેતર માં જ નિર્માણ કરેલ કમલમ કાર્યાલય માં કરોડો નો ફંડ ક્યાંથી આવ્યું તે બાબત પણ જણાવવી જોઈએ તેમ જણાવી મામલે મનસુખ વસાવા ને ઓપન ડિબેટ ચર્ચા કરવાનો પડકાર પણ ફેંક્યો હતો,