Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.

Share

ભરૂચમાં બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી..

ઉનાળાની કાળજાળ ગરમીમાં 40 ડિગ્રીના તાપમાનથી બાળકોને બચાવવા પગરખા અને ટોપી વિતરણ કરી જન્મદિવસની ઉજવણી

Advertisement

ભરૂચ

જન્મદિવસ ઉજવવો તે એક શોખ માનવામાં આવે છે પરંતુ જન્મદિવસની ઉજવણી પાછળનો ખર્ચ કોઈ જરૂરિયાત મંદ પાછળ કર્યો હોય તો તે પુણ્ય કહેવાય છે ભરૂચના એક બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે 40 ડિગ્રીના તાપમાન વચ્ચે જાહેર માર્ગ ઉપર રજડતા બાળકોને તાપથી બચવા માટે ટોપી અને પગમાં પહેરવા માટે નવા પગારખાનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી છે

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોયબ પાર્ક સોસાયટીમાં રહેતા મહમદ સામીએ પોતાના આઠમા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી અન્ય લોકોને પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે પોતાના જન્મદિવસે કંઈક ને કંઈક માનવતા મહેકાવતા કાર્યક્રમઓ યોજી લોકોને એક જનજાગૃતિનો સંદેશો પાઠવી રહ્યા છે મહમદ સામીએ પોતાના સાતમા જન્મદિવસે કોરોના કાર હોવાના કારણે એક હજારથી વધુ માસ્કનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી અને હાલ એટલે કે આજે આઠમાં જન્મદિવસે પણ માનવતાનું ઉદાહરણ પૂરું પાડતું કામ કર્યું છે પોતાના જન્મદિવસે કેક કટીંગ સહીતનો થતો ખર્ચ બચાવી તે જ રૂપિયા માંથી તાજેતરમાં ચાલી રહેલી ઉનાળાની કાળજાળ ગરમી અને તે પણ ૪૦ ડિગ્રીના તાપમાનથી જરૂરિયાત મંદ બાળકોને રાહત થાય અને તાપમાં ઘરની બહાર નીકળી શકે તે માટે નવા પગરખા અને માથે ટોપી પહેરી શકે તેવી સામગ્રીઓની ખરીદી કરી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી આવા બાળકોને શોધી પગરખાં અને ટોપીનું વિતરણ કરી પોતાના જન્મદિવસે અનોખી માનવતા મહેકાવી અન્ય વાલીઓ પણ પોતાના બાળકોના જન્મદિવસે માનવતાનું કામ કરે તેઓ સંદેશો પાઠવી રહ્યા છે


Share

Related posts

જન્માષ્ટમીની ઉજવણી કરવા ડાકોર અને દ્વારકામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કરી ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

નબીપુર ખાતે ફૂટબોલની ઓપન ટૂર્નામેન્ટમાં નબીપુરની ટીમનો 1-0 ગોલથી શાનદાર વિજય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!