Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા માં 108 ઈમરજન્સી સેવા હોળી-ધુળેટીના તહેવારમાં ખડેપગે તૈયાર઼ .

Share

ભરૂચ જિલ્લા માં 108 ઈમરજન્સી સેવા હોળી-ધુળેટીના તહેવારમાં ખડેપગે તૈયાર઼ …….

હોળીને *પ્રેમનો તહેવાર, રંગનો તહેવાર અને વસંતનો તહેવાર* તરીકે ઓળખવામાં આવે છે. હોળી એ બે દિવસનો તહેવાર છે. જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે અને કાચું નાળિયેર અગ્નિમાં અર્પણ કરે છે. બીજો દિવસ રંગનો તહેવાર અથવા ધુળેટી રંગીન પાણી નાખી છાંટીને એકબીજાને રંગો લગાવીને ઉજવે છે. હોળી એ અનિષ્ટ પર સારાની વિજય દર્શાવે છે. 108 ઈમરજન્સી સેવા (EMRI GREEN HEALTH SERVICES ) નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી અને સલામતી જાળવવા વિનંતી કરે છે અને કોઈપણ કટોકટી માટે 108 ડાયલ કરવાનો ભૂલશો નહીં. છેલ્લા ત્રણ-ચાર વર્ષના તહેવારની ઇમર્જન્સીના કેસોની સંખ્યાના વિશ્લેષણ પર આધારિત આ વર્ષે હોળીના તહેવારમાં વધારો થનાર ઈમરજન્સી કેસને અને મીની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે તેથી રોડ ટ્રાફિક અકસ્માતમાં કેસો વધશે અને અન્ય ઈજાના કેસો જેમ કે પડી જવા, શારીરિક હુમલાના કેસોમાં પણ વધારો થશે એવી સંભાવના દેખાઈ રહી છે.

Advertisement

હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાના પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી અને સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે. હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ કૃપા કરીને નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખીએ જેથી કરીને મોટી દુર્ઘટના ને તાળી શકાય કેટલાક સૂચનો છે જે હોળીનો સંપૂર્ણ આનંદ માણવા માટે પાડવા જરૂરી બને છે
*હોળીમાં શું કરવું…….*
* મેડિકલ પોલીસ કે ફાયર ની કોઈપણ કટોકટી ના કિસ્સામાં 108 પર કોલ કરો
* સ્વચ્છ પાણી અને સારા રંગોનો ઉપયોગ કરો
* હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો
* હોળી રમતી વખતે આંખો અને હોઠ ને બંધ રાખીએ જેથી રંગો આંખો કે મોમાં ના જાય
* હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રહો
* ગુબબારો કે રંગોના અનિશ્ચિત હુમલાથી પોતાને બચાવો હેલ્મેટ પહેરો

*હોળીના તહેવારમાં શું ના કરવું …….*

* અસ્વચ્છ પાણીવાળા સ્ટોલ માંથી ખોરાક કે મીઠાઈ ન ખાવી
* ચેહરા કે આંખો કે કાન તરફ નિર્દેશિત પાણી કે ફુગ્ગો ફેકશો નહીં
* તમારા બાળકોને ઈંડા, કાદવ કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખો…અને ઉજવણીની આવી અશુદ્ધ રીતો તરફ ક્યારે આંખ આડા કાન ન કરો
* હોળીના દિવસે બહાર એકલા નીકળવાનો ટાળો કારણકે અસામાજિક તત્વો દ્વારા ભજવણી થઈ શકે છે
* હોળી ફક્ત અંગત મિત્રો અને પરિવારજનો સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવી
* ભીનાસવાળી અને લપસણી જગ્યાએ ચાલવાનું ટાળવું
* ભીના હાથે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું

પાછલા વર્ષના કટોકટીના વલણના આધારે તારીખ 24 અને 25મી માર્ચ 2024 ના રોજ હોળી અને ધુળેટીના તહેવારના કેસોની આગાહી નીચે મુજબ છે

*જો ગુજરાતની વાત કરવામાં આવે તો ઈમરજન્સીમાં હોળીના તહેવારના દિવસે 8.20 ટકા અને ધુળેટીના દિવસે 29.09 ટકા કેશોમાં વધારો થવાની શક્યતા છે જે અનુક્રમે 4013 અને 4,788 ઈમરજન્સી રહેશે.*

*જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જીલ્લામાં કુલ 19 એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે 84 જેટલા કેસો નોંધાતા હોય છે જે અનુમાનિત હોળીના દિવસે લગભગ 96 જેટલા કેસો એટલે કે 14.29 ટકા જેટલો વધારો જોવા મળી શકે છે જ્યારે ધુળેટીના દિવસે 135 જેટલા કેસો એટલે કે 60.71% જેટલો વધારો નોંધાવાની શક્યતાઓ દેખાઈ રહી છે*


Share

Related posts

ગોધરા:ગુજરાતી મિશ્ર શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલવા અંગે થયેલ વિવાદને લઇને આદિવાસી વિકાસ સંગઠન દ્વારા રેલી કાઢી જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરની આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વાંકલ ખાતે એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલમા આવતી કાલે તાલુકા કક્ષાનાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!