અંકલેશ્વરની એચ.ડી.એફ.સી બેન્કના આસિસ્ટન્ટ મેનેજરે સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી નકલી એફડી બનાવી 70 લાખની રકમ ચાઉ કર્યા, પોલીસે કરી ધરપકડ
મૂળ ઓડિસ્સા અને હાલ વાલિયા રોડ ઉપર આવેલ કોસમડી ગામની સનસિટી સોસાયટીમાં રહેતા બિક્રમજીત સુકદેવ સાહુ અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે ઉપર લોર્ડસ પ્લાઝા હોટલ સ્થિત એચ.ડી.એફ.સી બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે.જેઓ ગત તારીખ-19મી માર્ચના રોજ નોકરી ઉપર હતા તે દરમિયાન બોરભાઠા બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલે તેઓની બ્રાન્ચમાં મહેશ ચૌહાણ નામના ગ્રાહક પોતાની એફડી થયેલ છે કે નહીં તે માટે આવ્યા છે અને તેઓએ એફડી નંબર બતાવતા બેન્ક મેનેજર પણ ચોકી ઉઠ્યા હતા જેઓએ ગ્રાહકને આ નંબર ક્યાંથી લાવ્યા હોવાનું પૂછતા તેઓએ મુખ્ય બ્રાન્ચમાંથી લાવ્યા હોવાનું જણાવ્યુ હતું જે બાદ મુખ્ય બ્રાન્ચના મેનેજર બિક્રમજીત સુકદેવ સાહુએ તપાસ કરતાં તેઓની બેન્કના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ સાત જેટલા ગ્રાહકોને લોભામણી લાલચ આપી રૂપિયા 70 લાખ લઈ ગ્રાહકોને નકલી એફડી બનાવી આપી રૂપિયા ચાઉ કરી ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.આ અંગે બેન્કના મેનેજરે બેન્કના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુધ્ધ છેતરપિંડી અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી,
જે બાદ પોલીસે ધવલ ચૌધરી ની ધરપકડ કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી,