Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

લ્યો બોલો,નેત્રંગ ખાતે એક જ માર્ગ ને બે મહિનામાં બીજી વાર બનાવવા ની નૉબત આવી, કોન્ટ્રાકટરે રસ્તા ની કામગીરી માં ગોબાચારી કરી હોવાની ઉઠી બૂમરાણ

Share

લ્યો બોલો,નેત્રંગ ખાતે એક જ માર્ગ ને બે મહિનામાં બીજી વાર બનાવવા ની નૉબત આવી, કોન્ટ્રાકટરે રસ્તા ની કામગીરી માં ગોબાચારી કરી હોવાની ઉઠી બૂમરાણ

ભરૂચ જિલ્લા ના નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તક રસ્તા ને જાન્યુઆરી માસ દરમ્યાન બનાવવા માં આવ્યો હતો જે રસ્તા ને ખુલ્લો મુક્યા ને ગણતરી ના સમય માં જ રસ્તા પર પાથરેલ રેતી કપચી ઉપસવા લાગી હતી,

Advertisement

જાન્યુઆરી માસ દરમ્યાન બનેલ રસ્તા ને માર્ચ મહિના માં બીજી વખત બનાવવા ની નૉબત કોન્ટ્રાકટર દ્વારા આવતા સમગ્ર માર્ગની કામગીરી માં ગોબા ચારી થઈ હોવાની ચર્ચાઓએ પ્રજા વચ્ચે જોર પકડ્યું છે,

અવાર નવાર વિવાદો માં આવતી નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તક ની કામગીરી પ્રજા ના પૈસા ને વેડફી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે, આખરે એક જ માર્ગ ને બે મહિના જેટલાં ટૂંકા ગાળા માં ફરી બનાવવા ની નૉબત આવતી હોય તો માર્ગ ની કામગીરી કરતા કોન્ટ્રાકટર પાસે શું ઉચ્ચ અધિકારી ઓ જવાબ માંગશે..? કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવી નીતિ અપનાવી કાગળ પર બધું બરાબર છે અને ગ્રાઉન્ડ પર જેમ તેમ વારી જ નીતિ અપનાવાશે..? તેવી બાબતો હાલ સમગ્ર મામલો સામે આવ્યા બાદ થી ચર્ચાનું કેન્દ્ર બની છે


Share

Related posts

ભરૂચ : કોંગ્રેસનાં કાર્યકરો જ્યાં મળે ત્યાં શુભેચ્છાઓ આપો, રાજસ્થાન ડુંગરપુર પંચાયતની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસનાં ગઠબંધનને લઈ BTP નાં છોટુ વસાવાનાં આકરા પ્રહાર- જાણો વધુ.

ProudOfGujarat

નબીપુર ગામમાં ભરૂચ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી ઓફીસ દ્વારા કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ન્યુ બર્ગ કંપનીમાંથી સ્ટીલની પ્લેટો કિંમત રૂ.70 હજારની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!