ઝાડેશ્વર ની મહિલા ને દુષ્પ્રેરણા ના ગુના માટે પ્રેરિત કરનારા સામે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કલેક્ટર ભરૂચ પાસે 30 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો.
આદિવાસી મહિલા ઉપરના બનાવો સંબંધે સંદીપ માંગરોલા દ્વારા આયોગ ને રજૂઆત કરાઈ હતી
ભરૂચ: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા સંદિપ માંગરોલા મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયેલ રજૂઆતને પગલે 30 દિવસમાં રિપોર્ટ કલેક્ટર ભરૂચ પાસે માંગવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાડેશ્વર ની આદિવાસી મહિલા ને BAUDA દ્વારા નોટિસ પાઠવતા અને સ્થાનિક આગેવાનો દ્વારા તેઓને હેરાન પરેશાન કરવામાં આવવાની ફરિયાદ ઉઠી હતી. સદર આદિવાસી મહિલાને સિવિલ હોસ્પિટલમાં ભરૂચ ખાતે સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. પરંતુ આદિવાસી મહિલા વિધવા હોવા છતાં તેઓને ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોધી ન હતી. આદિવાસી મહિલાને ન્યાય આપવામાં સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું હતું ત્યારે આ સંજોગોમાં પ્રદેશ કોગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા ની રજૂઆત ને પગલે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા રિપોર્ટ કલેક્ટર ભરૂચ પાસે માંગવામાં આવ્યો છે અને 30 દિવસમાં રિપોર્ટ પહોંચાડવા બાદ આગળની કાર્યવાહી આયોગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
આયોગ દ્વારા રિપોર્ટ મંગાવતા સ્થાનિક દોષિત આગેવાનો અને અધિકારીઓની અંદર ફફડાટ ફેલાઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે જ એક મહિલાએ બૌડા વિભાગને વારંવાર રજુવાત કરતા બૌડા પીડિત ના પ્રસને કોઈ કાર્યવાહી ન કરતા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેની તાપસ હાલ ચાલુ છે તે કિસ્સામાં સંદીપ માંગરોલા દ્વારા સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરવામાં આવી છે. આવનારા દિવસોમાં એ અંગે પણ પીડિત મહિલા સંગીતાબેન ભાનમાં આવ્યેથી તપાસ હાથ ધરી યોગ્ય જગ્યાએ મહિલા આયોગ ને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. સંદીપ માંગરોલા એ ગુજરાતમાં મહિલાઓ ઉપર વધી રહેલા અત્યાચાર નિંદનીય છે એમ પણ જણાવ્યું છે