Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વ એ નિશાન બનાવ્યું

Share

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વ એ નિશાન બનાવ્યું.

નવચોકી ઓવારા ખાતે આવેલ શંકરા ચાર્ય મઠ પર આજે વહેલી સવારે અજાણ્યા ઈસમે મંદિર પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો

Advertisement

જુના ભરૂચ વિસ્તારમાં નવ ચોકી ઓવારા ખાતે આવેલ શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને આજે સવાર ના સમયે કોઈક અસામાજિક તત્વો દ્વારા સળગાવવા નો પ્રયાસ કરવામાં આવતા ભારે ચકચાર મચી છે,

કોઈક અજાણ્યા ઈસમ દ્વારા કરવામાં આવેલ આ પ્રકાર ના નાપાક કૃત્ય મંદિર પરિસદ માં લાગેલ સીસીટીવી કેમેરા માં કેદ થવા પામ્યા હતા,સાથે સાથે અસામાજિક તત્વ યુવક દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણ વાળા કાગળ પણ ફેંક્યા હોવાનું કહેવાય છે,

હાલ સમગ્ર મામલે ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે, જોકે આ પ્રકારની કરતુતો કોણ કરી શકે છે, શહેર ની શાંતિ દોહરાય તેવા કૃત્ય કોણ ઈચ્છી રહ્યા છે તેવા અનેક સવાલો હાલ સમગ્ર ઘટના ક્રમ બાદ થી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે


Share

Related posts

શું વડાપ્રધાન રાજપીપળાની મુલાકાત લેશે ? જાણો વધુ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સરકારી પોસ્ટ ઓફિસમાં BSNL ની નેટ કનેક્ટિવિટી ત્રણ દિવસથી ખોટકાતા ગ્રાહકો પરેશાન.

ProudOfGujarat

સુરતમાં તરસાડી નગરપાલિકાનું 60 લાખ વીજ બિલ બાકી પડતાં વીજ કંપની એક્શનમાં આવી, કનેક્શન કાપી નાખતા 5 હજાર પરિવારોને અસર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!