Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જૂનીવાડી વિસ્તારમાં યુવક ને જીવતો સળગાવવા ના પ્રયાસ માં એક આરોપી ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જૂનીવાડી વિસ્તારમાં યુવક ને જીવતો સળગાવવા ના પ્રયાસ માં એક આરોપી ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ગત તારીખ 18/03/2024 ના રોજ ભરૂચ શહેર જુનિવાડી વિસ્તારમાં રહેતા કિશન નારણભાઇ વસાવા નાઓ તેના ભાઈ સાથે ઘરે સૂતો હતો તે વખતે કોઈક અજાણ્યા ઈસમ દ્વારા ઘર ના પાછળ ના ભાગે થી ધસી આવી દરવાજો ખટખટાવતા કિશને દરવાજો ખોલતા જ તેની ઉપર પેટ્રોલ છાંતી આગ લગાવી નાસી ગયો હતો,

Advertisement

જે ઘટના બાદ સ્થાનિકો ની મદદ થી કિશન વસાવા ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોલીસે કિશન વસાવા ની ફરિયાદ ના આધારે સમગ્ર મામલા અંગેની તપાસ શરૂ કરી હતી,

ઉચ્ચ પોલીસ કર્મીઓના માર્ગદર્શન હેઠળ મામલા અંગેની તપાસ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવતા કર્મીઓને બાતમી મળેલ હતી કે જૂની વાડી વિસ્તારમાં ખૂન ની કોશિશ કરનાર ઈસમ નેશનલ હાઇવે ઉપર છે જે બાદ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓએ તુરંત સ્થળ ઉપર દોડી ગયા હતા

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલા અંગે સ્થળ ઉપર થી દિલીપ રમેશભાઈ સોલંકી રહે, રાજ પાર્ક, જામનગર નાઓની ધરપકડ કરી હતી જે બાદ તેની પૂછ પરછ કરતા તે ભાંગી પડયો હતો અને પોતે આ ઘટના ને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી,

પોલીસ પકડ માં આવેલ દિલીપ સોલંકી એ જણાવ્યું હતું કે પોતે ઉંમર લાયક હોવા છતાં તેના લગ્ન થતા ન હતા જે બાદ તે એક યુવતી ને જોવા માટે નડિયાદ થી તેના પરિવાર ના સભ્ય સાથે ભરૂચ ખાતે આવ્યો હતો, ત્યાર બાદ અમુક રૂપિયા આપી તેના લગ્ન કરાવવામાં આવ્યા હતા,

પરંતુ યુવતી એકાદ મહિનો જામનગર આરોપીના ઘરે રહી હતી ત્યાર બાદ ભરૂચ આવતી રહેલી અને આ યુવતી પોતે જામનગર પરત આવતી ન હોવાથી દિલીપ સોલંકી ઉશકેરાય ગયો હતો, અને પોતે આપેલા રૂપિયા પરત મેળવવા માટે અવાર નવાર યુવતી ને ફોન કરતો અને ભરૂચ ખાતે ધક્કા ખાતો હતો,

જે બાદ નવસારી ખાતે તેને કોર્ટ માં મુદ્દત હોય તે નવસારી કોર્ટ માં હાજર થયા બાદ ત્યાંથી દીવો, માસ્ક, રૂમાલ, પેટ્રોલ જેવો સામાન્ ટ્રેન મારફતે લાવી ભરૂચ ખાતે ઉતરી પડયો હતો અને યુવતી ના પરિવાર ના કોઇ પણ સભ્ય ઘર માં હાજર મળે તેને જીવતા સળગાવવા ની ખૂંનસ સાથે જૂની વાડી વિસ્તારમાં ધસી ગયો હતો અને કિશન વસાવા ઘરે હાજર મળતા તેની ઉપર પેટ્રોલ છાંતી તેને સળગાવવા નો પ્રયાસ કરી સ્થળ ઉપરથી ભાગી ગયો હતો,

આમ આખે આખા ચકચારી ઘટના ક્રમ ઉપરથી ક્રાઇમ બ્રાંચ ની ટીમ દ્વારા ગણતરી ના દિવસોમાં જ પરદો ઉઠાવવા માં સફળતા હાસિલ થઈ હતી અને ઘટનાને અંજામ આપનાર દિલીપ ને આખરે જેલ ના સળીયા ગણતો કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર દ્વારા -જ્ઞાન ચર્ચા .સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો …

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં લોકડાઉન વચ્ચે રાજપીપળાની શાળા દ્વારા આપવામાં આવતું ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ બન્યું.

ProudOfGujarat

અંકલેશ્વરની પાનોલી GIDC માં આવેલ પુષ્પા જે શાહની કંપનીમાં કામ દરમ્યાન JCB ચાલકે JCB રિવર્સ લેતા 7 મહિનાનાં બાળક ઉપર ટાયરો ફરી વળતાં બાળકનું મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!