ગોધરા- શહેરમા પણ હજી સુધી પણ રાજકીય પક્ષોના ભીતચિંત્રો યથાવત જોવા મળી રહ્યા છે,આચારસહિતાનો ખુલ્લે આમ ભંગ
ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા હજી પણ રાજકીયપક્ષોના ભીતચિત્રો જોવા મળી રહ્યા છે.જેના કારણે આચાર સહિતાનો ભંગ જોવા મળી રહ્યો છે.ત્યારે તત્ર દ્વારા પણ આ મામલે કાર્યવાહી કરવાની જરુર છે.
ગોધરા શહેરમાં આદર્શ આચારસંહિતાનો ભંગ થયેલો જોવા મળી રહ્યો છે.જેમાં રાજકીય પક્ષોના ચિત્રો અને પોસ્ટરો શહેરના લાલબાગ ગ્રાઉન્ડ સહિત અન્ય વિસ્તારોમાં યથાવત જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષના ભીત્રચિત્રો પોસ્ટરો દુર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે.
લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ આચારસંહિતા લાગુ થતા શહેરમાંથી રાજકીય પક્ષોના બેનરો તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા હતા. પરંતુ હજી પણ ગોધરાના વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષના દિવાલ પર પોસ્ટરો અને ભીત્રચિત્રો જોવા મળી રહ્યા છે.લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઇ ચૂકી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ચૂંટણીની આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો, તમામ ચૂંટણીઓ આચારસંહિતાના દાયરામાં આવે છે. 2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, આદર્શ આચાર સંહિતા અમલમાં આવશે, એટલે કે ચૂંટણી પંચની સૂચનાઓ જેનું દરેક પક્ષે ચૂંટણીના અંત સુધી પાલન કરવાનું રહેશે.પણ હાલમા તેનો ભંગ થઈ રહ્યો છે તેમ જોવા મળી રહ્યુ છે.