Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

Share

ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

ભરુચ નગર પાલિકાના હદ વિસ્તારમાં અનેક જોખમી ઇમારતો આવેલ છે.જે ઇમારતના માલિકોને પાલિકા તંત્ર દ્વારા અવાર નવાર નોટિસો આપવામાં આવે છે.પરંતુ ઉદાસીન તંત્ર અને ઇમારતોના માલિકો દ્વારા ઇમારતો ઉતારી લેવા કે સમારકામની કામગીરી નહીં કરવામાં આવતા સ્લેબ ધરાશાયી દુર્ઘટના સામે આવી રહી છે.ત્યારે આજરોજ ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.ઘટનાને પગલે નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ થતાં ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને શોપિંગ સેન્ટરને કોડન કરી દુકાનો બંધ કરાવી શોપિંગ સેન્ટરના માલિકને નોટિસ પાઠવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આ શોપિંગ સેન્ટરનો જોખમી ભાગ અગાઉ ત્રણથી ચાર વાર ધરાશાયી થયો હતો.ત્યારે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠી છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.આ શોપિંગ સેન્ટરમાં વ્યવસાય કરતા દુકાનદારો અને દુકાનમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોના જાનમાલને નુકશાન થશે તો તેના જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં ફુલવાડી ગામની સીમમાંથી ૮ ફુટ લાંબો અજગર ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : કસક ગરનાળું બંધ રહેતા ભૃગુઋષિ બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

ભરૂચ : ગોલ્ડન બ્રિજમાં ફરી સર્જાયો ટ્રાફિક જામ, ટેમ્પો બંધ પડતાં અનેક વાહનો અટવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!