ગોવા થી ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાંચ પશ્ચિમ રેલવે
ગુજરાતમાં નશાનું વેપલો ધમધમાવવા માટે બુટલેગરો અવનવા હટકંડા અપનાવતા હોય છે, તો કેટલાક બુટલેગરો તો બિન્દાસ અંદાજ માં જ વિદેશી દારૂનું વેચાણ કરવા ની ટેવ પણ ધરાવતા હોય છે, તેવામાં વડોદરા રેલવે ક્રાઇમ બ્રાંચ ને મોટી સફળતા હાસિલ થઈ છે,
વડોદરા ક્રાઇમ બ્રાંચ રેલવે ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 ના વચ્ચે પાર્સલ ઓફિસ પાસેથી ગણેશ પરેશસીંગ બયાસ રહે, આદર્શ સોસાયટી, ગોડોદરા સુરત નાઓને ટ્રોલી બેગમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી વિદેશી દારૂની કુલ 16 જેટલી બોટલો મળી આવી હતી,
પોલીસે મામલે કુલ 43,550 ના મુદ્દા માલ સાથે ગણેશ ની ધરપકડ કરી તેની સામે સુરત રેલવે પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી