Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના આલી વિસ્તારમાં યુવક ને જીવતો સળગાવવા નો પ્રયાસ કરાયો, પોલીસે મામલે વધુ તપાસ હાથધરી

Share

ભરૂચ ના આલી વિસ્તારમાં યુવક ને જીવતો સળગાવવા નો પ્રયાસ કરાયો, પોલીસે મામલે વધુ તપાસ હાથધરી

ભરૂચ શહેરના આલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં આ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂતો હતો.આ સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે બુકાનીબાંધી તેના ઘરનો દરવાજો ખખડાવી જેવો જ કિશને દરવાજો ખોલ્યો કે તરત જ તેના પર પેટ્રોલ ભરેલી પોટલી તેના મારી તરત જ સળગતો દીવો નાખતા કિશન કઈ સમજે તે પહેલાં જ ભડભડ સળગવા લાગ્યો હતો. તે સળગતો ફળિયામાં દોડતા ત્યાંના સ્થાનિકોએ તાત્કાલિક ધાબળા વડે તેની આગ ઓલવી સારવાર હેઠળ પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ બી ડીવીઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી સીસીટીવી ફુટેજ મેળવી આરોપીના સઘડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.હુમલો કયા કારણોસર થયો એ હજુ સત્તાવાર બહાર આવ્યું નથી

Advertisement

Share

Related posts

સુરતનાં વરાછા વિસ્તારમાં શ્રી નાથજી દ્વાર સોસાયટીમાં પોલીસ અને સોસાયટીનાં રહીશો વચ્ચે મારામારી થતાં પોલીસે કરી રહીશોની અટક.

ProudOfGujarat

વડોદરા : રહસ્યમય આશંકાઓ : GSFC ના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીએ પ્લાન્ટમાં જ આપઘાત કરી લેતા ચકચાર

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના ગમોડ ગામે હાઇવે રોડ ઉપર બે મોટર સાઇકલ અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!