Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નેશનલ હાઇવે નંબર 48 પર કરજણ નજીક લાકોદરા પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસમાં શોર્ટ ના કારણે આગ ફાટી નીકળતા દોડધામ

Share

નેશનલ હાઇવે નંબર 48 પર કરજણ નજીક લાકોદરા પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસમાં શોર્ટ ના કારણે આગ ફાટી નીકળતા દોડધામ

ભરૂચ જિલ્લા ને અડીને આવેલા નેશનલ હાઇવે 48 ઉપર લાકોદરા પાટિયા પાસે આજે સવાર ના સમયે એક ખાનગી લક્ઝરી બસ માં અચાનક આગ ફાટી નીકળતા ભારે નાશભાગ મચી હતી,
કહેવાય છે કે પુના થી અમદાવાદ જતી એસી લક્ઝરીબસમાં અચાનક શોર્ટ સર્કિટ થયા બાદ ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોત જોતા માં આખે આખી લક્ઝરી બસ આગ ની ચપેટ ના આવી ગઈ હતી,

Advertisement

લખઝરી બસમાં અંદાજીત 20 જેટલા મુસાફરો સવાર હતા જોકે ડ્રાઇવરની સતર્કતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવો હતો,લકઝરી બસમાં આગ લાગી હોવાનું જાણ કરજણ ફાયર બ્રિગેડ તેમજ ટ્રાફિક પોલીસ ને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા,તેમજ કરજણ ફાયર બ્રિગેડ ના કર્મીઓએ જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવા માં સફળતા હાસિલ કરી હતી,

લક્ઝરી બસ માં લાગેલ આગ ની ઘટના બાદ થોડા સમય માટે હાઇવે ઉપર પણ ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી, જોકે પોલીસ વિભાગે સ્થળ ઉપર દોડી જઈ ગણતરી ના સમયમાં ટ્રાફિક ને હળવો કર્યો હતો,


Share

Related posts

પંચમહાલ : મોરવા હડફની પેટા ચૂંટણીમાં ૫૫૪૨ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 582 જેટલાં શિક્ષકોની ઘટ, જયારે વિદ્યાસહાયકોની ભરતીમાં વિલંબ

ProudOfGujarat

માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં તા.1 સુધી 3000 થી વધુ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!