Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

લોકસભા ચૂંટણીના પડઘમ, ભાજપ નું યોજાયું કાર્યકર્તા સંમેલન*

Share

*લોકસભા ચૂંટણીના પડઘમ,યોજાયું કાર્યકર્તા સંમેલન*

અબ કી બાર 400ના લક્ષ્ય સાથે દેશભરમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. દેશમાં તમામ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, દેશમાં ન્યુ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભરતા, પ્રાકૃતિક ખેતી આ ફેક્ટરમાં ભારતે પ્રગતિ પથ પર આગળ વધી રહ્યું છે તો દેશની મહિલાઓ પણ દેશના વિકાસમાં કદમ થી કદમ મિલાવી આગળ વધી રહી છે. ત્યારે આજે *લોકસભા ચૂંટણી અંતર્ગત ભગવાન બીરસા મુંડાજી ની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી* શ્રી વેરાઈ માતા મંદિરે ડેડીયાપાડા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું.

Advertisement

આ સંમેલનમાં સૌ કાર્યકર્તાના માર્ગદર્શક બનવા ક્લસ્ટર પ્રભારી પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભરૂચ લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી, ભરૂચ લોકસભાના સંયોજક યોગેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા, વિસ્તારક યોજના દક્ષિણ ગુજરાતના વાલી પ્રકાશભાઈ, પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા, ડેડીયાપાડા પુર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા, પ્રદેશ આદિજાતિ મોરચા ઉપાધ્યક્ષ શંકરભાઈ વસાવા, ડેડીયાપાડા વિધાનસભા ના પ્રભારી મહેશભાઈ વસાવા, ઝઘડીયાના આગેવાન ફતેસિંહભાઈ વસાવા ઉપસ્થીત રહ્યા. તેમજ સૌ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું. તેમજ આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના પણગામ અને આંબાવાડી જીલ્લા પંચાયત ના કેટલાક કાર્યકર્તા ઓએ કેસરીયા ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.આ દરમિયાન સૌ કાર્યકર્તાઓ ને બુથ મજબૂત કરવા માર્ગદર્શન આપ્યું હતું.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના મોરણ ગામે ગાળો બોલી ચીચીયારીઓ પાડવાનું ના કહેનાર ઇસમ પર હુમલો.

ProudOfGujarat

વડોદરાના શિનોર તાલુકાના તેરસા ગામમાં શાળાની દીવાલ ધરાશાયી થતાં 6 બકરાના મોત

ProudOfGujarat

રાજપીપળા : સાગબારાના ઘનશેરા ચેક પોસ્ટપરથી ૧૦.૨૫ કિલો ગાંજો પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!