Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જઃ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા

Share

ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જઃ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા
—————
ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરા
————-
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઇ
———-
મતદાનના દિવસે જિલ્લાના ૬૭૧ જેટલાં મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટીંગ કરાશે
———-
c-VIGIL એપ મારફતે કોઈપણ અરજદાર, કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ/ખર્ચ નિયંત્રણ ભંગ અંગેની ફરીયાદ કરી શકશે
———
ભરૂચ જિલ્લામાં કુલ ૧૮૯૩ મતદાન મથકોમાં કુલ ૧૭,૧૮,૭૯૪ મતદારો લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવશે
————
ભરૂચઃ શનિવારઃ- ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે તા.૧૬મી માર્ચ-૨૦૨૪ ના રોજ લોકસભાની ચુંટણીઓ-૨૦૨૪ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબધ્ધ બન્યું છે. લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં જ જિલ્લામાં તા.૭ મે ૨૦૨૪ના રોજ મતદાન તથા તા.૪ જૂન ૨૦૨૪ના રોજ મતગણતરી થશે. તા.૧૨ એપ્રિલ ૨૦૨૪ના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડાશે તે સાથે જ તા.૧૯ એપ્રિલ ૨૦૨૪ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. તા. ૨૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે તથા તા.૨૨ એપ્રિલ ૨૦૨૪ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી જાહેરાતથી એટલે કે આજ તા.૧૬/૦૩/૨૦૨૪થી સંપૂર્ણ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. કર્મચારીઓની બઢતી- બદલી પર પ્રતિબંધ લાગુ પડેલ છે . વધુમાં ઉમેદવારો, રાજકિય પક્ષો અને સંબંધિતોને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમમાં( એક બારી પધ્ધતિ) શરૂ કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ એક નોડલ અધિકારી નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચને, કાયદો અને વ્યવસ્થા માટે નિવાસી અધિક કલેકટર ભરૂચ તેમજ ઉમેદવાર- પાર્ટી ધ્વારા કરવામાં આવતા ખર્ચના નિરીક્ષણ માટેના નોડલ અધિકારી તરીકે જિલ્લા વિકાસ અધિકારીની પણ નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ મતદાર સુવિધા કેન્દ્ર ઉપરાંત મતદાર સંબંધી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે ટ્રોલ ફી નંબરઃ ૧૯૫૦ છે.ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદો માટે કન્ટ્રોલ રૂમ ફોન નં ૧૮૦૦૨૩૩૦૦૧૫ છે. c-VIGIL એપ મારફતે કોઈપણ અરજદાર, કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ/ખર્ચ નિયંત્રણ ભંગ અંગેની ફરીયાદ કરી શકશે.આચારસંહિતા તથા ખર્ચ સંબંધી સતત મોનીટરીંગ અને ચૂસ્ત અમલવારી થાય તે માટે જિલ્લામાં ચેકપોષ્ટ નકકી કરવામાં આવેલ છે. પ્રિન્ટ મીડીયા અને ઈલેક્ટ્રોનિક મીડીયાનું સતત મોનીટરીંગ કરવા માટે કલેકટર કચેરી- ભરૂચ ખાતે ઇએમએમસી કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવેલ છે. જેમાં ર૪ કલાક સમાચારો – જાહેરાતોનું મોનીટરીંગ માટેની ટીમ ગોઠવવામાં આવેલ છે.

જિલ્લાના મતદારોની માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ૨૨- ભરૂચ લોકસભા મત વિભાગમાં ૧૪૭-કરજણમાં કુલ ૨૩૯ મતદાન મથકોમાં પુરૂષ મતદારો ૧૦૯૫૨૪૦, મહિલા મતદારો ૧૦૫૯૦૮, ત્રીજી જાતી ૧૨ અમે કુલ ૨૧૫૪૪૪ મતદારો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ નિભાવશે.

Advertisement

 ૧૪૯- દેડીયાપાડા કુલ ૩૧૩ મતદાન મથકોમાં પુરૂષ મતદારો ૧૧૧૮૭૨, મહિલા મતદારો ૧૧૩૪૩૭, ત્રીજી જાતી ૦૨ એમ કુલ ૨૨૫૩૧૧ મતદારો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ નિભાવશે.,
 ૧૫૦-જંબુસરમાં કુલ ૨૭૨ મતદાન મથકોમાં પુરૂષ મતદારો ૧૨૫૭૭૦, મહિલા મતદારો ૧૧૭૬૦૪, ત્રીજી જાતી ૦૭ એમ કુલ ૨૨૪૩૧૨ મતદારો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ નિભાવશે.

 ૧૫૧- વાગરામાં કુલ ૨૪૯ મતદાન મથકોમાં પુરૂષ મતદારો ૧૧૪૧૧૭, મહિલા મતદારો ૧૧૦૧૮૧, ત્રીજી જાતી ૧૪ એમ કુલ ૨૨૪૩૧૨ મતદારો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ નિભાવશે.

 ૧૫૨- ઝધડીયામાં કુલ ૩૧૩ મતદાન મથકોમાં પુરૂષ મતદારો ૧૩૦૪૬૯, મહિલા મતદારો ૧૧૨૮૫૫, ત્રીજી જાતી ૦૭ એમ કુલ ૨૫૯૩૩૩૧ મતદારો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ નિભાવશે.

 ૧૫૩- ભરૂચમાં કુલ ૨૬૦ મતદાન મથકોમાં પુરૂષ મતદારો ૧૫૦૮૩૪, મહિલા મતદારો ૧૪૫૬૩૧, ત્રીજી જાતી ૨૧ એમ કુલ ૨૯૬૪૮૬ મતદારો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ નિભાવશે.

 ૧૫૪- અંકલેશ્વરમાં કુલ ૨૪૭ મતદાન મથકોમાં પુરૂષ મતદારો ૧૩૨૫૧૮, મહિલા મતદારો ૧૨૧૯૯૧, ત્રીજી જાતી ૨૦ એમ કુલ ૨૫૪૫૨૯ મતદારો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ નિભાવશે.

 આમ, જિલ્લામાં કુલ ૧૮૯૩ મતદાન મથકોમાં મતદાન રહેશે. જેમાં કુલ ૮૭૫૧૦૪ પુરુષ મતદારો, કુલ ૮૨૭૬૦૭ મહિલા મતદારો અને કુલ ૮૩ ત્રીજી જાતિના મતદારો મળી કુલ ૧૭૧૮૭૯૪ મતદારો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૧૮ થી ૧૯ વયના ૩૦૨૨૪ મતદારો, ૨૦ થી ૨૯ની વયના ૨૬૦૫૯૬ મતદારો, ૮૦ પ્લસના મતદારો ૨૮૩૦૫ મતદારો અને પીડબલ્યુડી ૧૨૪૯૭ મતદારો રહેશે.
આ પ્રસંગે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી તુષાર સુમેરાએ ભરૂચ લોકસભા મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી પર્વમાં કાર્યરત ટીમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, મદદનીશ ખર્ચ(AEO)ની ૬ ટીમો, એકાઉન્ટીંગ(AT)ની ૬ ટીમો, ફલાઈંગ સ્કોવડ(FST)ની ૧૫ ટીમો, સ્ટેસટીક સર્વેલન્સ(SST)ની ૧૫ ટીમ,વિડિયો સર્વેલન્સ(VST)ની ૫ ટીમ, વિડીયો વ્યુવીંગ(VVT)ની ૧૫ ટીમ કાર્યરત કરાઈ છે. આ ઉપરાંત લોકસભા ચુંટણીમાં કુલ ૧૩૪૧ મતદાન મથકો પૈકીના તમામ જોખમી મતદાન મથકો અને અસુરક્ષિત વિસ્તારો હેઠળના તમામ મથકો આવરી લઈ સહાયક મતદાન મથકો સહિતના ઓછામાં ઓછા ૫૦ ટકા એટલે ૬૭૧ મથદાન મથકો ખાતે વેબકાસ્ટીંગ કરવામાં આવનાર છે.
લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી દરમિયાન સૌનો સહયોગ મળતો રહે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને ચૂંટણી પંચ તરફથી મળતી સુચનાઓનો પ્રચાર- પ્રસાર થાય તે પ્રમાણે સહયોગ આપવા કલેકટરશ્રીએ મીડીયાકર્મીઓ પાસે અપેક્ષા સેવી હતી.
આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીમતી સુપ્રિયા ગાંગુલી,નાયબ માહિતી નિયામક ભાવના વસાવા, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ – કર્મચારીઓ, પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહયા હતા.


Share

Related posts

ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર માર્ગનાં કારણે વેપારીને નુકસાન…વેપારી મંડળ મેદાનમાં ઊતર્યું…

ProudOfGujarat

સુરત : માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ ડાયમંડમાં એલ.આઈ.સી ગોલ્ડન જુબેલી ફાઉન્ડેશન દ્વારા ટાટા વિન્ગર એમ્બ્યુલસ દાન કરાઈ

ProudOfGujarat

ભરૂચ : પોલિયો નાબુદીકરણ અંગે એસ.વી.એમ હાયર સેકન્ડરી સ્કૂલનાં વિદ્યાર્થીઓની નવી પહેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!