Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ના કાંસિયા -અમરત પુરા વિસ્તાર માં દેશી દારૂની ભઠ્ઠીઓ ફૂલી ફાટી, ખુલ્લેઆમ બુટલેગરો ના નાપાક કારનામા યથાવત..?

Share

અંકલેશ્વર ના કાંસિયા -અમરત પુરા વિસ્તાર માં દેશી દારૂની ભઠ્ઠીઓ ફૂલી ફાટી, ખુલ્લેઆમ બુટલેગરો ના નાપાક કારનામા યથાવત..?

મોત ની પોટલી,,,,અહીંયા દારૂ બંધી ની માત્ર વાતો જ છે….?

Advertisement

ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર પાસેના કાંસિયા-અમરત પુરા આસપાસ ના વિસ્તારમાં સ્મશાન પાસે તેમજ નદી ને અડી આવેલ જગ્યાઓ ઉપર ખુલ્લેઆમ અને બિન્દાસ અંદાજ માં દેશી દારૂની ભઠ્ઠી ઓ ધમધમી રહી છે,

આ વિસ્તાર માંથી જ કહેવાય છે કે જિલ્લા ના અનેક ભાગોમાં દેશી દારૂના બમ્પર સપ્લાય કરવામાં આવી રહ્યા છે, થોડા સમય પહેલા પણ સ્ટેટ વિજિલન્સ ની ટીમે આ વિસ્તારોમાં દરોડા પાડી મોટા પ્રમાણ માં મુદ્દામાલ કબ્જે કર્યો હતો,

પરંતુ હમ નહિ સુધરેંગે જેવી બુટલેગરો ની નીતિ અને સ્થાનિક પોલીસ ની ઢીલાસ ના પગલે આજે પણ અહીંયા જાણે કે દેશી દારૂની ભઠ્ઠા ઓની ફેક્ટરીઓ બિન્દાસ ચાલી રહી છે, તેમજ આ વિસ્તારમાં માથા ભારે બુટલેગરો અનેક વાર સ્થાનિક જાગૃત નાગરિકો જો અવાઝ ઉઠાવે તો તેઓની ધમકાવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે,

ભરૂચ જિલ્લા માં અનેક એવા સ્થળ છે જ્યાં બુટલેગરો બિન્દાસ અંદાજ માં નશાનો વેપલો કરે છે, તેવામાં આ પ્રકારની સ્થિતિ જોઈ ને પણ ચૂપ રહેતા લોકો મનોમન કહેતા હોય છે કે દારૂ બંધી ની વાતો માત્ર પોકળ છે, ભરૂચ માં તો છુટ્ટી આપી દેવી જોઈએ, તેવા ટોન્ટ પણ વાપરતા હોય છે,

સમગ્ર ઘટના ક્રમ અને બુટલેગરો ના કારનામાથી વાકેફ પોલીસ આખરે શું કામ આ વિસ્તારોમાં દરોડા નથી પાડતી..? અને પાડે છે તો પણ માત્ર દેખાડા પૂરતી કામગીરી કરી બુટલેગરો ને કેમ છોડી મૂકે છે, તેવા અનેક સવાલો અહીંયા લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે,

બોક્સ-ભરૂચમાં સંભવિત લઠ્ઠાકાંડ નું કેન્દ્ર કાંસિયા -અમરત પુરા જેવા વિસ્તારો બને તો નવાઈ નહિ,કારણ કે જ્યાં દારૂ ની ભઠ્ઠી ઓ છે અને તેને જે પ્રકારે ગાળવામાં આવે છે તેવા ડ્રશ્યો જો કોઇ વ્યક્ત નજરે જોઈ બેશે તો જગ્યા પર જ ઉલ્ટી કરવા લાગે તેવુ પણ કેટલાક નજરે જોનારા લોકો કહેતા હોય છે,ત્યારે આ પ્રકારે ખરાબ દેશી દારૂ લોકો સુધી પહોંચાડી કોઈક દિવસ આ બુટલેગરો મોટી જાનહાની પણ લોકો સાથે કરી શકે છે,

બોક્સ-સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાંચ જેવા વિભાગો આ સ્થળે દરોડા ન પાડી પોતાની કામગીરી ઉપર શંકા ઉપજાવે છે તો એક લૉક ચર્ચા એમ પણ ચાલી રહી છે પોતાની મન્સુબી મુજ કામ કરતી પોલીસ આડકતરી રીતે બુટલેગરોના નાપાક મનસુબા પાર પાડવા માં કદાચ મદદ રૂપ બનતા હોવાનું પણ કહેવાય રહ્યું છે


Share

Related posts

રાજપીપળામાં અનિયમિત બસોથી પરેશાન વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યું.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવમાં સંસદ સભ્ય પ્રભુ વસાવાના અધ્યક્ષ સ્થાને જનજાતિ સુરક્ષા મંચનું સંમેલન યોજાયું.

ProudOfGujarat

મંદિર પરિસરમાં લુખ્ખા તત્વો દ્વારા મહિલાઓની છેડતી અને ગેરકાયદેસર જીમ શરૂ કરાતા પો.કમિ.શ્રી ને આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!