નેત્રંગ ની સરકારી વિનયક વાણિજ્ય કોલેજ બાહર વિધાર્થીઓનો હોબાળો, પોલીસ અને આગેવાનોએ દરમ્યાનગિરી કરી મામલો થાળે પાડ્યો
ભરૂચના નેત્રંગ તાલુકા મથકે આવેલ એક સરકારી કોલેજમાં ૧ ફ્રેબ્રુઆરી ૨૦૨૪ના રોજ નેશનલ લેવલના સેમીનારમાં એક પ્રોફેસરનું બેચ તુટી જવાથી ક્લાકૅ-કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતાં હતા.જે દરમ્યાન કોલેજમાં જ લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે અરજીમાં જણાવ્યા અનુસાર મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરીયાદ કરતાં આચાયઁ જણાવ્યું હતું કે,આ કોલેજનો અંદરનો મામલો છે.કોલેજના જ લેવલે આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે,અમે પ્રયત્ન કરીશું.પરંતુ આ બાબતે મહિલા ક્લાકૅ-કારકુને અનેકોવખત રજુઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાયઁવાહી નહીં થતાં વિવાદ વંટોળે ચડ્યો હતો.વધુમાં અન્ય વોદ્યાર્થીઓ ના પશ્ર્નો પણ સામે આવ્યા હતા જેમાં એક ભાજપ ના મહિલા આગેવાન દ્વારા કોલેજ ના વિદ્યાર્થી ને તમાચોઃ મારવા ની બાબત તેમજ અગાઉ એક પ્રોફેસર દ્વારા વિધાર્થી ની ને રૂમ માં બોલાવવા જેવી બાબત પણ વિદ્યાર્થી ઓની રજુઆત માં સામે આવી હતી,
આખરે પ્રોફેસર દ્વારા મહિલા સહ કર્મીની માફી માંગી હતી, પરંતુ નફ્ફટ પ્રોફેસરો ના કારનામા ઓ ના પરઘા આખી કોલેજ માં પડ્યા હતા અને આખરે આજે વિધાર્થીઓ એ કોલેજના ગેટ ઉપર મોટી સંખ્યમાં ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો,તેમજ કોલેજ ના ચાર પ્રોફેસરો ની બદલી કરવા ની માંગ ઉચ્ચાર વામાં આવી હતી,,
જે બાદ વિધાર્થીઓ ના પ્રશ્નો ને વાંચા આપવા કોંગ્રેસ અગ્રણી શેર ખાન પઠાન પણ વાણિજ્ય કોલેજ ખાતે પહોંચી ગયા હતા, તેમજ મામલા ની ગંભીરતા જોઈ પોલીસ વિભાગ પણ સ્થળ ઉપર દોડી ગયું હતું,