ભરૂચ જિલ્લાનું ગૌરવ -બિહાર ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા કબડ્ડી ટુર્નામેન્ટ માં જેમાં ભરૂચ નો ખેલાડી પણ ભાગ લેશે
આગામી તારીખ 16/03/24 થી શરૂ થતી ઓલ ઇન્ડિયા કબડ્ડી ટુર્નામેન્ટ જે બિહાર ખાતે રમાવાની છે જેમાં ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયેશનની ટીમ પણ ભાગ લેશે ભરૂચ કબડ્ડી એસોસિયેશન ના સેક્રેટરી જયપાલસિંહ મોરી સાહેબ ના માર્ગદર્શન અને કોચિંગમાં ભરૂચ જિલ્લાના ખેલાડી હર્ષ મિસ્ત્રીની પસંદગી થઈ છે.
આમ ભરૂચ જિલ્લા ના વધુ એક ખેલાડી ની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા જિલ્લા ના ખેલ પ્રેમી જનતામાં ઉત્સાહ નો માહોલ છવાયો છે, અને ગુજરાત ની ટીમ માં જોડાઈ કબડ્ડી ટુર્મામેન્ટ માં પર્ફોમન્સ આપવા માટે જઈ રહેલા કબડ્ડી પ્લયેર હર્ષ મિસ્ત્રી ને તેઓના સ્નેહીજનો અને શહેરી જનો શુભેચ્છા ઓ આપી રહ્યા છે,
સાથે જ રાષ્ટ્રીય કક્ષાએ કબડ્ડી સ્પર્ધા માં ગુજરાત તેમજ ભરૂચ નું ગૌરવ વધારે તેવી આશ સાથે સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે