ATM તોડી લૂંટ કરતી મેવાતી ગેંગ આખરે ભરૂચ ક્રાઇમ બ્રાંચ ની ગીરફત માં આવી, પાંચ આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા
ભરૂચ જિલ્લા માં તાજેતર માં જ વાગરા ખાતે જે, બી કોમ્પ્લેક્ષ માં આવેલ HDFC બેન્ક ના ATM મશીન ને ગેસ કટર ની મદદ થી તોડી પાડી સ્કોર્પિઓ ગાડી માં ભરી લઈ જઈ પીસાદ ગામની સીમમાં આરોપીઓ એ ગેસ કટર વડે મશીન કાપી તેમાં રહેલ 3,52,500 ની રોકડ મત્તા ઉપર હાથફેરો કરી તેમજ દહેજ ના જોલવા ખાતે પણ ATM મશીન તોડવા નો પ્રયાસ કરાયો હોવાની ઘટનાઓ સામે આવી હતી,
જે બાદ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ, એસ, ઓ,જી, પેરોલ ફ્લો સ્કોર્ડ સહિત ની ટિમો મામલે તપાસ માં જોતરાઈ હતી અને જિલ્લા માં રહેલ 500 જેટલાં સીસીટીવી કેમેરા ચકાસણી કર્યા હતા, જે તપાસ દરમ્યાન પોલીસ ને માહિતી મળી હતી કે વાગરા માં ATM ચોરી અને જોલવા માં Atm તોડવા ના પ્રયાસ માં સંડોવાયેલ એક ઈસમ ભરૂચ આવ્યો છે, જે બાતમીના આધારે પોલીસે આરોપી ઈરફાન ઉર્ફે રોનક ને મામલે ઝડપી પાડ્યો હતો,
તેની ઊંડાણપૂર્વક ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અંકલેશ્વર IIFL ગોલ્ડ ની લૂંટ માં પકડાયેલ સલીમ ઉર્ફે મુસા એ ભરૂચ ના ફાતેમા પાર્ક સોસાયટી માં ભાડે મકાન રાખી ત્યાં મેવાતી ગેંગ ના સભ્યો ને બોલાવી તેના મારફતે ATM ચોરી કરાવી હતી તેમું તેઓ હાલ માં મધ્ય પ્રદેશ ના ઇન્દોર માં છુપાયેલો હોવાનું જણાવતા પોલીસ તુરંત ઇન્દોર ખાતે તપાસ અર્થે પહોંચી હતી,
જ્યાં પોલીસ દ્વારા સલીમ ઉર્ફે મુસો અબ્દુલ ખાન રહે, ઓલપાડ, સુરત, નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન રહે, પીરામણ અંકલેશ્વર,ઈરફાન ઉર્ફે રોનક દાયમા રહે, જીન્નત બગ્લોઝ ભરૂચ તેમજ શ્યામ લાલ ઉર્ફે રામુ વર્મા રહે, ઝાલા વાડ રાજેસ્થાન અને આમિર શાબીર નથ્થુ ખાન રહે, ઇન્દોર નાઓને ઝડપી પાડી ભરૂચ જિલ્લા ના વાગરા, ઝોલવા અને નંદુરબાર પોલીસ મથક હદ વિસ્તાર માં ATM ચોરી ના ગુના માં ઝડપી પાડી ગેંગ ના અન્ય સાત સભ્યો ને વોન્ટેડ જાહેર કર્યા હતા,
પોલીસે ઝડપાયેલ ગેંગ પાસેથી સ્કોર્પિયો કાર, કિયા સેલ્ટોન કાર, રોકડ રકમ સહિત ગેસ કટિંગ, પાના મળી કુલ 20,41,650 નો મુદ્દામાલ કબ્જે કરી મામલે તમામ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી,