લોકસભા બેઠક જીતવા ભાજપ ની રણનીતિ..?..આદિવાસી +લઘુતમી +વિભાજન =ભાજપ પાંચ લાખ +…
ભરૂચ લોકસભા નો જંગ-આદિવાસી મતો નું વિભાજન શક્ય,લઘુમતી મતદારો નો મિજાજ બેઠક પર મહત્વ નો બન્યો
-મહેશ વસાવા ના કેશરીયા, છોટુ વસાવ નો અલગ અંદાજ, કોંગ્રેસીઓ ની ઢીલાસ ચૈતર માટે પડકાર બન્યા
-એક જ ચાલે માં વિભાજન ની રાજનીતિ હાવી બની
-હવે મુસ્લિમ મતો વિભાજન કરવા માટેના પ્રયાસ થશે..?
ભરૂચ લોકસભા બેઠક પર નો રાજકીય જંગ દિવસે ને દિવસે વધુ રસપ્રદ બનતો જઈ રહ્યો છે, એલ તરફ ભાજપે જ્યાં મનસુખભાઇ વસાવા ને રિપીટ કર્યા છે તો બીજી તરફ ઇન્ડિયા ગંઠબંધન થકી ચૈતર વસાવા તેઓની સામે મેદાન માં ઉતર્યા છે, આ બધા વચ્ચે હવે તોડ જોડ ની રાજનીતિ ભરૂચ બેઠક ને લઈ ખુદ દિલ્હી વાયા કમલમ સુધી પહોંચી છે,
બીટીપી ના મહેશ વસાવા એ આજે કેશરીયો ધારણ કરતા ભરૂચ ના રાજકારણ માં અલગ જ સીનારિયો જોવા મળ્યો છે, છોટુ વસાવા એ પુત્ર મહેશ વસાવાના આ નિર્યણ ને લાલચુ બનાવી દીધો છે,અને ભાજપ મેં કોઢ ઉંદર ની જેમ સરખાવી દીધી છે,આ બધા વચ્ચે આદિવાસી મતો નું વિભાજન શક્ય હોય તેમ રાજકીય વિશ્લેષકો નું માનવું છે,
ભરૂચ લોકસભા બેઠક કોઇ પણ રાજકીય પક્ષ ને જીતવી હોય તો સત્તર લાખ મતદારો પૈકી આદિવાસી અને લઘુમતી મત બેન્ક ઉપર પકડ જમાવી રાખવી જરૂરી બને છે, ત્યારે હવે આદિવાસી મતો ના વિભાજન માં ભાજપ ક્યાંક ને ક્યાંક સફળ થઈ છે, તેવામાં હવે લઘુમતી મતો નું વિભાજન કરવા માટે ના પ્રયાસો પણ થઈ શકે છે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે,
સમગ્ર લોકસભા બેઠક પર અ દ્રશ્ય રહેલી કોંગ્રેસ અને તેમાં ઉભા થયેલ વિખવાદ ના કારણે ભાજપ નો પલ્લો બેઠક પર હાવી બન્યો છે, સાથે જ મુસ્લિમ મતદારો પણ મામલે અસ મંજશ માં મુકાયા છે, ત્યારે બેઠક ના જંગ માં હવે મુસ્લિમ મતો ના વિભાજન થાય તો ભારતીય જનતા પાર્ટી સીધે સીધું અ બેઠક પર કબ્જો મેળવી શકે છે તેમ પણ કહેવાય રહ્યું છે,
હાલ ચર્ચાઈ રહ્યું છે કે મહેશ વસાવા, છોટુ વસાવા ના અલગ -અલગ સ્ટેન્ડ મુદ્દે તેનો સીધો લાભ ભાજપ એ ઉઠાવ્યો છે, તેવામાં હવે તેઓના સમર્થકો પણ વિભાજીત થઈ અ બેઠક ઉપર કામગીરી કરતા નજરે પડી શકે તેમ છે, તેવામાં આદિવાસી મતો નું વિભાજન શક્ય છે,
હાલ આદિવાસી મતો ના બેઠક પર વિભાજન વારી રાજકીય સ્થિતિ બાદ થી બેઠક ના જંગ માં લઘુમતી મતો નિર્ણાયક સ્થિતિ માં મુકાયા છે તેવામાં હવે જોવું રહ્યું કે લઘુમતી મતો કંઈ પાર્ટી અને ઉમેદવાર તરફ પોતાનો રવૈયો અપનાવે છે,જોકે આખી બેઠક પર પાંચ લાખ મતો થી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી લઘુમતી આગેવાનો ને પણ કેશરીયા ધારણ કરાવી પોતાની તરફ લાવી શકે છે તેમ પણ કહેવાય રહ્યું છે,
-બોક્સ -ઓવૈસી ની પાર્ટી પણ બેઠક ના જંગ માં ઉતરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, બેઠક ના રાજકીય ગણિત ને જોતા લઘુમતી મતો ને હાસિલ કરવા માટે તેઓની પાર્ટી પણ પોતાનો ઉમેદવાર અહીંયા થી ઉભો રાખે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું હોવાનું પણ કેટલાક રાજકીય વિશ્લેષકો નું કહેવું છે,
બોક્સ -ચૈતર વસાવા ને હરાવવા માટેના તમામ પ્રયાસો અને રાજકીય દાવ પેચ થતા હોવાનું પણ બેઠક ના જંગ માં ચર્ચાઈ રહ્યું છે,કોંગ્રેસ ના આગેવાનો જ ઇન્ડિયા ગંઠબધંન ના ઉમેદવાર માટે મુશ્કેલી સમાન સાબિત થાય તેવી સ્થિતિ વર્તમાન રાજકીય સમય માં જોવા મળી રહી છે,
બોક્સ-ચૈતર માટે મજબૂત કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાન સાબિત થયા છે,યુવા સંગઠન અગ્રણી શેર ખાન પઠાણ ચૈતર માટે મજબૂતાઈ થી મહેનત કરે તો ચૈતર વસાવા રાજકીય જંગ માં મનસુખ વસાવા ને કાંટે કી ટક્કર આપી શકે તેવી સ્થિતિ વર્તમાન માં ઇન્ડિયા ગંઠબંધન ની બની હોવાનું કહેવાય રહ્યું છે,
બોક્સ-ભરૂચ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહ એ પાર્ટી થી નારાજ થઈ પક્ષ ના તમામ હોદ્દા ઓ ઉપર થી રાજીનામુ આપી દેતા વધુ એક વાર કોંગ્રેસ નો કકળાટ સામે આવતો દેખાઈ આવ્યો છે, તેવામાં નારાજ કોંગ્રેસીઓ આગામી ચૂંટણી માં ગંઠ બંધન ના ઉમેદવાર ને જ ભારે પડે તો નવાઈ નહિ તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે,