ભરૂચ લોકસભાનો જંગ- રાહુલ ગાંધી ની ભરૂચ જિલ્લા માં એન્ટ્રી, ભારત જોડો ન્યાય યાત્રા થકી રાહુલ નેત્રંગ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો, 14મી જાન્યુઆરીના રોજ મણીપુર ખાતેથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા દેશના 15 રાજ્યોમાં ફરે તેવું આયોજન કરાયું છે.
જે અંતર્ગત ગુરુવારે આ યાત્રા દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો,બાદ માં યાત્રા દાહોદ, ગોધરા થઈ રાજપીપળા અને બાદ માં ભરૂચ જિલ્લા ખાતે આજે બપોરે પ્રવેશી હતી, ભારત જોડો ન્યાય યાત્રા થકી નેત્રંગ ખાતે પોતાના કાફલા સાથે આવી પહોંચેલા રાહુલ ગાંધી ને આવકારવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી સહિત ના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ મોટી સંખ્યમાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને રાહુલ ગાંધી નું ભરૂચ ની ધરા ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,
રાહુલ ની આ યાત્રા માં ભરૂચ લોકસભા બેઠક ના ઇન્ડિયા ગંઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા પણ વિશેષ જોડાયા હતા તેમજ ચૈતર માટે પણ રાહુલ ગાંધી પ્રચાર કરતા નજરે પડ્યા હતા,
રાહુલ ગાંધી એ વર્તમાન સરકાર ની કામગીરી અને નીતિઓ ને વખોડી હતી તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા,