શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર “સરસ્વતી સન્માન સમારોહ 2023-24” યોજાયો.
તા. ૭/૩/૨૦૨૫ના રોજ મા શારદા ભવન ખાતે “શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ, અંકલેશ્વરનો સન્માન સમારોહ 2023-24″ ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ગયો.
આ સમારંભમાં મુખ્યમહેમાનપદે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયા , ઉદ્ઘાટક પદે પ્રાંત અધિકારી શ્રી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં વૃંદાલી મોદીએ નૃત્યમય સરસ્વતી પ્રાર્થના પ્રસ્તુત કરી હતી. ડૉ.જયશ્રી ચૌધરીએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. આચાર્યશ્રી ડૉ.કે.એસ.ચાવડાએ કૉલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.
5000 મીટર દોડમાં વીર નર્મદ દ. ગુજ. યુનિ. રમતોત્સવમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર દાઉદ ગામીત, આંતર યુનિ. કોચિંગ તથા મૅનેજર તરીકે સેવા આપનાર ડૉ. મનેષ પટેલ, યુનિવર્સિટી કક્ષાએ ભાષા સાહિત્ય કૌશલ ૫ અને ૪ માં યુનિ. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર નિરાલી પટેલ તથા સેજલ નાયકા, સર્વશ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે સેવકસિંહ મનહરભાઈ પઢીયાર, જયોત્સના ડોબરીયા, વૃંદાલી કમલેશભાઈ મોદી અને યુનિવર્સિટી વકતૃત્વમાં સહભાગી થનાર દિવ્યા પ્રજાપતિ, બી.એ., બી. કોમ.એમ.એ.,એમ.કોમ.ના તમામ સેમેસ્ટરમાં કૉલેજ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તથા અભ્યાસેતર પ્રવૃત્તિઓ સપ્તધારા અને એનએસએસના તેજસ્વી તારકો, વિશેષ સેવા પ્રદાન કરનાર અનિલ બિંદને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વયનિવૃત્ત થનારા આચાર્યશ્રી ડૉ. કે.એસ. ચાવડાને અપાનારા સન્માન પત્રનું વાંચન સંચાલક શ્રી ચિરાગ પટેલે કર્યું હતું. ડૉ. કે. એસ. ચાવડાને શ્રી ઈશ્વરસિંહ પટેલ, મહેમાનશ્રીઓ, સંચાલક ચિરાગ શાહ, બળવંતસિંહ પટેલ તથા ચિરાગ પટેલે વિદાય સન્માનપત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે આચાર્યશ્રીના તમામ પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા.
ઈ.એન.જિનવાલાના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર તથા એમટીએમના આચાર્યા ભાવનાબેન દીક્ષિતને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર હાંસોટના ધારાસભ્યશ્રી તથા વમળનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ” આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જો આ કોલેજ બંધ થઈ જાય તો હાંસોટ અંકલેશ્વરના વિદ્યાર્થીઓએ ભરૂચ સુધી જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે મારા સૌ પ્રધ્યાપકશ્રીઓ અને આચાર્યશ્રીનું પ્રતિનિધિ મંડળ મારી પાસે આવ્યું અને કહ્યું કે, આ કોલેજ બંધ થઈ જશે અને વિદ્યાર્થીઓને ભરૂચ સુધી શિક્ષણ લેવા જવું પડશે તેથી અમારા આ સંચાલક મંડળ તે માટે સક્રિય બન્યું. શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજની શરૂઆત 2020-21 થી કરવામાં આવી. હાલ કોલેજનું બિલ્ડીંગ ન હોવાથી જિનવાલા હાઇસ્કુલની અંદર કૉલેજની શરૂઆત કરવામાં આવી છે. દીવા રોડ પર જમીન પણ લઈ લીધી છે અને ટૂંક સમયમાં કોલેજનું નિર્માણકાર્ય પણ શરૂ થવાનું છે. 2020 માં 200 વિદ્યાર્થીઓ હતા. હવે 900 ની આસપાસ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. કોલેજના કોઈ પ્રિન્સિપાલશ્રી ચાવડા સાહેબે 1990થી આ કોલેજમાં પ્રધ્યાપક તરીકે 34 વર્ષની નોકરી કરી છે અને છેલ્લે તેઓ આચાર્યશ્રી તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન તથા રમત ગમત અને અભ્યાસકીય તથા અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન..”
મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે, ” કોઈ જગ્યાએ એવું તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય એ જ વિદ્યાર્થી એ જ કૉલેજના ચેરમેન બને. ગુજરાતમાં આ પ્રથમ દાખલો છે. સફળ રાજનેતા કોને કહેવાય એ આપણી સમક્ષ છે. અભ્યાસથી વંચિત વિદ્યાર્થીઓ ન રહી જાય તે માટે પૂર્વ કોલેજના સ્ટાફ મેમ્બર્સ સૌએ આપના અધ્યાપક જ નહીં પણ માતા -પિતા તરીકેની ભૂમિકા ભજવીને તેઓ ઈશ્વરભાઈને મળવા ગયા અને એમને જણાવ્યું કે સાહેબ આપણી કોલેજના વિદ્યાર્થીઓ માટે આ પરિસ્થિતિ છે. રિક્વેસ્ટ કરી અને આ કોલેજની એ રીતે સ્થાપના થઈ. આ કૉલેજના તમામ વિદ્યાર્થીઓ એવી સફળતા મેળવી કે તમામ વિજેતા બને એવી શુભેચ્છા.”
સમારંભના ઉદઘાટક પ્રાંત અધિકારી શ્રી ભવદીપસિંહ જાડેજાએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આભાર વિધિ ડૉ. જી. કે. નંદાએ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. જયશ્રી ચૌધરી તથા ડૉ. જગદીશ કંથારીયાએ કરી હતી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન ડૉ. હેમંત દેસાઈએ આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજ પરિવાર, એનએસએસ પ્રોગ્રામ ઑફિસર્સ પ્રો. રાજેશ પંડ્યા તથા જયશ્રી ચૌધરી, કૅમ્પસ ઍમ્બૅસૅડર સેવક પઢીયાર, ભૂમિકા પટેલ, ચાર્મી પટેલ, અવિનાશ ચૌધરી, વૃંદાલી મોદી, હિતીશા પટેલ, મોહિની ડોડીયા, જીયા ગાંધી, દિવ્યા પ્રજાપતિ પટેલ વગેરે વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓને વિવિધ નૃત્ય રજૂ કર્યા હતા. ગરબા અને ટીમલી રમ્યા હતા.