સુરતના ડીંડોલી કેનાલ રોડ પરથી ટ્રકના ચોર ખાનામાંથી રૂપિયા 13,00,000 થી વધુ ના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સર્વેલંન્સ ટીમ
સુરતમાં ગતરાત્રિના શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ઝોન-2 એસીપી ડી ડિવિઝન જેટી સોનારા સુરત શહેરના વિસ્તારોમાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિઓને અટકાવવા માટે ડીંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચુડાસમા તથા તેની ટીમ ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીઆઇ આર જે ચુડાસમા ને ખાનગી રહે ચોક્કસ બાતમી મળેલ કે લાલ મરુંન કલરનો tata કંપનીનો ટ્રક મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂના જથ્થાને ભરી કડોદરા થી ડીંડોલી કેનાલ રોડ ઉપર મધુરમ સર્કલ નાકા પોઇન્ટ પાસેથી નીકળનાર છે જેથી સર્વેન્સ ટીમ ના માણસો એ બાતમી હકીકત વાળી જગ્યા પર વોચ ગોઠવતા ટાટા કંપનીનો એક ટ્રક આવતા તેને રસ્તામાં રોકી તપાસ કરતા ટ્રક ચાલક 1) નરેન્દ્ર દત્તાત્રેય નાગપુરે ઉંમર વર્ષ: 32, રહેઠાણ 38 મયુર સોસાયટી લીંબાયત સુરત તથા મૂળ વતન ગામ ભંગાર જિલ્લા અહેમદનગર મહારાષ્ટ્ર, 2)અજય લંગડો ઠાકોરભાઈ ગામીત ઉંમર વર્ષ 25 રહેઠાણ ઘર નંબર 34 ખરવાસ ગામ તાલુકો ચોર્યાસી જીલ્લો સુરત મૂળ વતન ગામ તરસાલી તાલુકો સોનગઢ જીલ્લો તાપી બંને શખ્સને ડીંડોલી પોલીસે આકરી ઢબે પૂછપરછ કરતા, ટ્રકની તલાસી લેતા ટ્રકમાં ચોર ખાના માંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 3120 કિંમત રૂપિયા 3,86,400 તથા tata કંપની નો ટ્રક જેની કિંમત રૂપિયા 10,00000-/ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1000 સહિત કુલ રૂપિયા 1387400 ના મુદ્દા માલ ને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે, ગુજરાત નશાબંધી ધારા મુજબ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આ સમગ્ર કામગીરી સુરત ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમના પી.આઈ આર જે ચુડાસમા પીએસઆઇ લાલસિંહ મસાણી ડી આર બથવાર હેડ કોન્સ્ટેબલ દિપક તાપીરામ દિવ્યેશ હરીશભાઈ હિતેશસિંહ મયુર ધ્વજ સિંહ પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ હેમરાજસિંહ સંતોષ સહિતના સ્ટાફે કરી હતી.
સુરતના ડીંડોલી કેનાલ રોડ પરથી ટ્રકના ચોર ખાનામાંથી રૂપિયા 13,00,000 થી વધુ ના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સર્વેલંન્સ ટીમ
Advertisement