Proud of Gujarat
GujaratFeaturedINDIA

અપના કામ બનતા ભાડ મેં જાએ જનતા જેવી ગીત ની પંગતી ને ખરા અર્થ માં તંત્ર સાથર્ક કરતું હોય તેમ ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નેશનલ પાર્ક સોસાયટી વિસ્તારમાં જોવા મળતા આ દ્રશ્યો ઉપર થી કહી શકાય તેમ છે…ત્યારે લોકો હવે પૂછી રહ્યા છે કે નિદ્રાધીન વહીવટી તંત્ર હવે તો જાગો….!!!

Share


(હારૂન પટેલ)ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓમાં ગંદકી.ખરાબ રસ્તા અને પ્રાથમિક મૂળ ભૂત સુવિધાઓના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે…અવાર નવાર આ વિસ્તાર ના રહીશોએ આંદોલનો તેમજ તંત્ર બ બહેરા બનેલા કાનો સુધી પોતાની રજૂઆતો કરી છતાં જાણે કે આ વિસ્તાર ના રહીશો સાથે તંત્ર કિન્નખોરી ભર્યો અંદાજ અપનાવતો હોય તેમ લાગી રહ્યું  છે………
હજુ તો માંડ ચોમાસા ની શરૂઆત થઇ છે ત્યાં તો પશ્ચિમ વિસ્તાર ની અનેક સોસાયટી વિસ્તારોમાં ગંદકી અને ખરાબ બનેલા ડિસ્કો માર્ગો ના કારણે લોકોને જીવન જીવવા મજબૂર કરી દીધા છે….બધાજ પ્રકાર ના ટેક્સ તંત્રમાં ભરવા છતાં તંત્ર પાસે થી ધારેલી અપેક્ષાઓ પણ પૂર્ણ ન થઇ રહી હોય તેમ આ વિસ્તારના દ્રશ્યો નિહાળી કહી શકાય તેમ છે…..
ભરૂચ ની નેશનલ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગંદકી.ખરાબ માર્ગો અને ઉભરાતી ગટરો તેમજ સોસાયટીમાં અવર જવર કરવામાટે મુશ્કેલી રૂપી રસ્તાઓને લઇ અનેક વાર સરકારી તંત્રમાં રજુઆત કરવા છતાં અને આંદોલનો કરવા છતાં તંત્ર ની કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના નીતિ એ જાણે કે સ્વચ્છ ભારત અભિયાન ના પણ ધજાગરા ઉડાવી દીધા હોય તેમ કહી શકાય તેમ છે….
ચુંટણીઓ માં મસ્ત મોટા વાયદાઓ કરનાર નેતાઓ જાણે કે પ્રજાની આ પરેશાની ને દૂર કરવા પણ સકક્ષમ રહ્યા નથી તે બાબત લોકો ના રોષ ઉપર થી જોઈ શકાય છે…સ્થાનિક પાલિકાના કોર્પોરેટરો તેમજ પાલિકા ના ઉચ્ચ અધિકારીઓ અને પાલિકા પ્રમુખ ને જાણ હોવા છતાં જાણે કે કામગીરી ન કરી પ્રજા ની આ પરેશાની ને મજાક રૂપી બનાવી પોતાની છબી ના પણ ધજાગરા ઉડાવી રહ્યા છે અને જાડી ચામડી ના બની તમાશો નિહાળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે…હાલ તો આ વિસ્તાર ના રહીશો એક જ માંગ કરી રહ્યા છે કે તેઓના વિસ્તારમાં પડી રહેલી આ સમસ્યાઓને દૂર કરે બાદ માંજ પોતાના નેતા હોવાની છબી લોકો વચ્ચે ઉભી કરે નહિ તો આજ એ જનતા છે જે આ નેતાઓને ચાંદ ના શિખર સુધી ની બુલંદીઓ પર  પણ પહોંચાડી શકે છે અને રાજકીય કારકિર્દીની રેસ માંથી પણ દૂર કરી શકે છે તે બાબત ઉપર કદાચ આ નેતાઓએ બેસી ને મંથન કરવા જેવી હાલ ના સમય ને જોતા લાગી રહી છે……અને જો આ દ્રશ્યો  જોયા બાદ પણ જનતા ના કામ નેતાઓ થી ન થતા હોયતો કદાચ આ નેતાઓએ નેતાગીરી છોડી ઘરે બેસી જવું જોઇએ તે બાબત પણ આ દ્રશ્યો ઉપર થી કહી શકાય તેમ છે……હવે એક જ આશા રાખીએ કે આ અહેવાલ બાદ નિદ્રા માં રહેલું તંત્ર જાગૃત બને તેજ લોક માંગ હાલ તો ઉઠી રહી છે………..

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણ્યા આધેડનું મોત…

ProudOfGujarat

ચોટીલા ગૌ રક્ષા ટીમની કોરોના કાળ વચ્ચે પ્રસંશનીય કામગીરી : કતલખાને લઇ જવાતી ૯ ગાયો બચાવી.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!