Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રોટરી કૉમ્યુનિટી કોર્પ્સ આયોજિત કરાઓકે સંગીત ગીત સ્પર્ધા RCCનાં સભ્યો માટે રોટરી ક્લબ ભરૂચનાં હોલમાં યોજાઈ

Share

રોટરી કૉમ્યુનિટી કોર્પ્સ આયોજિત કરાઓકે સંગીત ગીત સ્પર્ધા RCCનાં સભ્યો માટે રોટરી ક્લબ ભરૂચનાં હોલમાં રાખવામાં આવી હતી…કુલ ૧૨ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો…દરેક સભ્યો એ સારી રીતે એમના ગીતો રજૂ કર્યા હતાં…એમાં પ્રથમ ક્રમાંકે જગદીશ સેડાલા, દ્વિતીય મનોજ સોલંકી અને તૃતીય ક્રમાંકે ડૉ. ઝૈનુદ્દીન સૈયદ આવ્યા હતાં…
આ પ્રસંગે રોટરી ક્લબ ભરૂચના પ્રમુખ રીઝવાના ઝમીનદાર, રોટરી કૉમ્યુનિટી કોર્પ્સ ના પ્રમુખ શૈલેષ દવે, સેક્રેટરી સ્મિતા સોની, ડૉ.આઈ.એ ખાન તેમજ RCC ભરૂચના સમગ્ર સભ્યોએ ઉત્સાહભેર આ કાર્યક્રમને માણ્યો હતો. વિજેતા થયેલ સ્પર્ધકોને સુકેતુભાઈ ઠાકર તેમજ ડૉ.આઈ.એ ખાનના હસ્તે પ્રાઈઝ આપવામાં આવ્યા હતાં…આ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે સુકેતુભાઈ ઠાકર અને અલયભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા…તસવીરમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ જગદીશ સેડાલાને પ્રાઈઝ આપી રહેલ મહાનુભાવો જણાય છે…આ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક સ્પર્ધકોને આશ્વાસન ઈનામો આપવામાં આવ્યા હતા…

Advertisement

Share

Related posts

ગુનેગારોમાં ફફડાટ – ભરૂચ જિલ્લામાં પોલીસનું મેગા કોમ્બિંગ, 200 થી વધુ મામલાઓમાં કરાઈ કાર્યવાહી

ProudOfGujarat

નડિયાદ : મહુધાના ડડુંસર ગામના તળાવમાં બે મિત્રોના ડૂબી જવાથી મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વડદલા ગામ ખાતે બાળક સાથે હીન કૃત્ય કરી હત્યા કરનાર નરાધમને દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!