Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં “સંકલ્પ લઈએ, સહપરિવાર મતદાન કરીશુ”ના સંકલ્પપત્રો ભરાવી મતદાર જાગૃતિ અભિયાનનો આજથી શુભારંભ કરાયો*

Share

ભરૂચ જિલ્લામાં “સંકલ્પ લઈએ, સહપરિવાર મતદાન કરીશુ”ના સંકલ્પપત્રો ભરાવી મતદાર જાગૃતિ અભિયાનનો આજથી શુભારંભ કરાયો*

****

Advertisement

*સ્વામિ નારાયણ મંદીરના સંકુલના ભકિત ગૃહમાં કોરોમંડલ કંપની દ્નારા વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃત્તિ વિતરણનો કાર્યક્રમ યોજાયો

***

ભરૂચ- બુધવાર- ભરૂચ કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪માં મહત્તમ મતદાન થાય તે માટે સ્વી૫ એક્ટિવિટી કરવામાં આવી રહી છે. આજરોજ સ્વામિ નારાયણ મંદીરના સંકુલમાં ખાતે આવેલા ભકિત ગૃહમાં કોરોમંડલ કંપની દ્નારા વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃત્તિ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શિષ્યવૃત્તિ વિતરણના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની ૨૫૦થી વધુ વિદ્યાર્થીનીઓ તેમના માતાપિતા અને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪માં મહત્તમ મતદાન થાય તે માટે સ્વી૫ એક્ટિવિટી અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ તેમના માતાપિતા અને શિક્ષક તમામે સંકલ્પ લઈએ, સહપરિવાર મતદાન કરીશુના સંકલ્પપત્રો ભર્યા હતા.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને તેમના માતાપિતાએ વીવીપેટ સહિતની વિગતો મેળવી હતી. આ ઉપરાંત સેલ્ફી સ્ટેન્ડ પણ ઉભું કરવામાં આવ્યું હતું. જ્યાં ઉત્સાહભેર વિદ્યાર્થીનીઓ પોતાનો ફોટો ક્લિક કર્યો હતો.

વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરતા મહિલા મતદારો સહકુટુંબ લોકસભાની ચુંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. મતદારયાદીમાં ૫ણ મહિલાઓનાં નામોની અચૂક નોંધણી કરાવવામાં આવે તે માટે વિસ્તૃત જાણકારી આ૫વામાં આવી હતી. તેમજ ઇ.વી.એમ.મશીનથી મતદાન કરવા માટેની પ્રાથમિક સમજૂતી તેમજ ઇ.વી.એમ.થી મતદાન કરવા અંગેની પ્રત્યક્ષ તાલીમ અને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

આ તકે, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી , શિક્ષણ નિરીક્ષક શિક્ષકો અને વાલી તેમજ વિદ્યાર્થીનીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ:ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રષ્ટિ વિહોણા બાળકોને સરકારી લાભ આપવા બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નારંગીનો અન્નકુટ ધરાવાયો.

ProudOfGujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચોરી કરતા પકડાયેલ વિદ્યાર્થીઓને સંભળાવી સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!