″વિકસિત ભારત વિકસિત ગુજરાત″ થીમ અંતર્ગત જંબુસર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષપદે યોજાયો
***
*અંદાજિત ૩૦ લાખની રકમના લાભોના પ્રતીકાત્મક ચેકોનું વિતરણ કરી આંગણવાડીની બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યા*
***
ભરૂચ:બુધવાર: ભરૂચ જિલ્લા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અધ્યક્ષપદે જંબુસર તાલુકા કંમ્પાઉન્ડ ખાતે યોજાયો હતો.
આંગણવાડી કાર્યકર બહેનો તથા મિશન મંગલમ યોજનાના લાભાર્થી બહેનોએ આર્થિક રીતે પગભર થયા તે અંગેના સ્વનુભવો વર્ણવીને લોકોને સરકારશ્રી મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અધ્યક્ષપદેથી ધારાસભ્ય ડી.કે. સ્વામીએ સભાને સંબોધન કર્યું હતું.
આ વેળાએ, મહાનુભાવોના વરદહસ્તે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થી બહેનોને અંદાજિત ૩૦ લાખની રકમના લાભોનું વિતરણ કરતા પ્રતીકાત્મક ચેકોનું વિતરણ કરાયું હતું. નવરચના ટ્રસ્ટ, વેદાંતા કંપની દ્નારા આંગણવાડીની બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યા હતા.
નારી વંદન કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી દ્નારા વિસ્તારમાં મહિલાઓને મળતી યોજનાકીય લાભોની વિસ્તૃત જાણકારી આપીને સ્વાગત પ્રવચન કર્યું હતુ.
આ પ્રસંગે સ્વ.સહાય જૂથની મહિલાઓના ઉત્પાદિત વસ્તુઓના તથા લીડ બેંકના ફાયનાસિયલ લીટરસી માટેના સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રસંગે, તાલુકા પ્રમુખશ્રી, જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને તાલુકાના સભ્યો, પ્રાંત અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.