ભરૂચ નગર પાલિકા માં તાળા લટકતા જોઈ અનેક અરજદારો અટવાયા, પાલિકા ના કર્મીઓ કાર્યક્રમ માં વ્યસ્ત બન્યા
-કૃપીયા ધ્યાન દે,, કર્મચારી કાર્યક્રમ મેં વ્યસ્ત હૈ…
આજર ઓજ ભરૂચ નગર પાલિકા કચેરી ખાતે આવેલ અનેક અરજદારો પાલિકા ખાતેથી ધક્કા ખાઇ પરત ફરતા નજરે પડ્યા હતા, વિવિધ વિભાગો માં કામ અર્થે આવેલા અરજ દારો ને કોઇ પણ પ્રકારની જાહેર જાણ કર્યા વિના જ પાલિકા નો મોટા ભાગ નો સ્ટાફ ઝાડેશ્વર સ્થિત યોજાયેલ નારી શક્તિ વંદના કાર્યક્રમ માં જતો રહ્યો હતો,
જેને પગલે ભરૂચ નગર પાલિકા કચેરી ખાતે આજે જાણે કે જાહેર રજા જેવો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો અને વિવિધ વિભાગો માં તાળા લટકતા જોઈ પાલિકા ખાતે આવેલા અરજ દારો પણ ચોંકી ઉઠ્યા હતા,
ભરૂચ નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ કાર્યક્રમ માં મોટા ભાગ ના પાલિકા ના કર્મચારીઓને લઈ જવામાં આવ્યા હતા ત્યારે અહીંયા કોઇ અધિકારી એ જાગૃતા દર્શાવી પાલિકા કચેરી એક દિવસ માટે બંધ રહેશે તેવી નોંધ શહેરી જનો ને કરાવવા માટે પણ ન દેખાડી હતી, જેને લઈ અનેક લોકો ને આજે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો,