ભરૂચ લોકસભાનો જંગ-આગામી 9 મી માર્ચે રાહુલ ગાંધી ની જિલ્લા માં એન્ટ્રી, ભારત જોડો ન્યાય યાત્રા થકી રાહુલ કરશે ગર્જના
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છે કે, 14મી જાન્યુઆરીના રોજ મણીપુર ખાતેથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા દેશના 15 રાજ્યોમાં ફરે તેવું આયોજન કરાયું છે.
જે અંતર્ગત ગુરુવારે આ યાત્રા દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે. કોંગ્રેસ આગેવાનોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, યાત્રા દરમિયાન છ જાહેર સભા, 27 કોર્નર મિટિંગ, 70થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા ગુજરાતના સાત જિલ્લાઓમાં 400થી વધુ કિલોમીટરનો પ્રવાશ કરશે. જે દરમિયાન રાહુલ ગાંધી આદિવાસી પરિવારો અને શ્રમિકો સાથે સંવાદ કરશે.
આગામી 9 માર્ચ ના રોજ રાહુલ ગાંધી ની યાત્રા ભરૂચ જિલ્લા ના નેત્રંગ મુકામે પહોંચશે જ્યાં રાહુલ ગાંધી અનેક લોકો સાથે સીધો સંવાદ કરશે તેમજ ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર અંગે પણ તેઓ પ્રચાર કરશે, ત્યારે આ યાત્રા માં ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા પણ જોડાશે તેમ જાણવા મળ્યું છે,
એટલે કે કહી શકાય કે ભરૂચ લોકસભા બેઠક ના જંગ માં હવે વિરોધી પક્ષો પર રાહુલ ગાંધી સીધો વાર કરવા માટે ભરૂચ ની ધરા ઉપરથી બેઠક પર જામેલા રાજકીય વોર ને ગજવતા નજરે પડી શકે તેમ છે,
તો બીજી તરફ ઇન્ડિયા ગંઠબંધન બાદ ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના જ કેટલાક આગેવાનો દ્વારા પક્ષ સામે જ ઉઠાવેલા વાંધા ઓ અંગે ની પણ ચર્ચાઓ કોંગી આગેવાનો સાથે સીધા સંપર્ક કરી મામલે નિરાકરણ લાવવા નો પ્રયાસ પણ કરી શકે છે,તેમ પણ કહેવાય રહ્યું છે,