ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા લોકસભા ની ચૂંટણીનો સામુહિક બહિષ્કાર ની ચીમકી સાથે કલેકટર ને અપાયું આવેદન પત્ર
-જમીન સંપાદન માં સમાન વળતર ન મળતા ખેડૂતો લડી લેવાના મૂડમાં,
-56 ની છાતી વારા પ્રધાનમંત્રી ને 56 મી વાર આવેદન પત્ર પાઠવ્યું છતાં ન્યાય નહિ, ખેડૂતો નો હુંકાર
ભરૂચ જિલ્લા માં ભાડભૂત બેરેજ યોજના ની કામગીરી પ્રગતિ હેઠળ છે, પરંતુ આ કામગીરી ને લઈ જમીન સંપાદન થયેલા જિલ્લા ના અસર ગ્રસ્ત ખેડૂતો આજે પણ પોતાની સાથે અન્યાય થયો હોવાની વાત ને લઈ આવેદન સ્વરૂપી રજુઆતો કરતા નજરે પડી રહ્યા છે,
આજ રોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ ના નેજા હેઠળ મોટી સંખ્યા માં ખેડૂતો જિલ્લા કલેકટર કચેરી ખાતે ભેગા થયા હતા, ખેડૂતો એ જણાવ્યું હતું કે ભાડભૂત બેરેજ યોજના માં જમીન સંપાદન થયેલ જમીન મામલે એન. એચ. એ. આઈ એ ખેડૂતો સાથે વાત ચિત્ત થયેલ વળતર 675 પ્રતિ ચો, મી વળતર આપ્યું નથી અને મામલો કોર્ટ હવાલેઃ કર્યો છે,
ભાડભૂત બેરેજ યોજના ની કામગીરી અને થયેલ જમીન સંપાદન ના વિવિધ પ્રશ્નો ને લઈ આજે ખેડૂતોએ કલેકટર કચેરી ગજવી હતી, જ્યાં ખેડૂતોએ થાણીઓ ખકડાવી, નીચે બેસી જઈ ભારે સુત્રોચાર સાથે રામ ધૂન પણ બોલાવી હતી,
ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી તેઓની માંગણી વહેલી તકે નહિ સંતોષવા માં આવે તો આગામી લોકસભા 2024 ની ચૂંટણી નો સામુહિક બહિષ્કાર કરવા અંગેની ચીમકી પણ ઉચ્ચારી હતી