વાગરા તાલુકાના વિલાયત ગામે એક દિવસીય વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાઈ
પાટીદાર સમાજની ૨૬ ટિમોમાંથી કરમડી ગામની ટીમે વિજયઘોષ કર્યો
ભરૂચ:
દેશના યુવાનો આજના સમયે સોસીયલ મીડિયા અને ઈન્ટરનેટના ભરપૂર ઉપયોગ થકી પોતાની શારીરિક સક્ષમતા ઘુમાવી રહ્યા છે. ત્યારે વિવિધ રમતોના આયોજનો થકી સામાજિક આગેવાનો બાળકો અને યુવાનોને ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ સાહિતની વિવિધ રમતો રમવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. વાગરા તાલુકાના વિલાયત ગામના પ્રજ્ઞેશ પટેલ ગ્રાઉન્ડ ખાતે ગત શનિવારે શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. એક દિવસીય એટલે કે શનિવાર રાત્રીના સમયે વિવિધ ગામોની ૨૬ જેટલી ટીમોએ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જેમાં બે વોલીબોલ ગ્રાઉન્ડમાં આખી રાત ચાલેલી ટૂર્નામેન્ટમાં કરમડી ગામની ટીમ ફાઇનલ વિજેતા બની હતી. ત્યારે રનરઅપ રહાડ ગામની ટિમ બની હતી. વોલીબોલ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેકટર અજયસિંહ રણા, શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજના પ્રમુખ જયંતીભાઈ પટેલ, સમાજના સામાજિક આગેવાનો કિશોરભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ સહિત વિલાયત ગામના અને ટુર્નામેન્ટના આયોજક તરીકે પ્રજ્ઞેશ પટેલ અને તેઓના સહયોગી રશ્મિન પટેલ, સમીર પટેલ, કલ્પેશ પટેલ સહિતના ઉત્સાહી યુવાઓ જોડાયા હતા. વિશેષમાં પોતાના વક્તવ્ય સમયે અજયસિંહ રણાએ સ્વ.ચંદ્રકાંતભાઈ પટેલ સાથેના સ્મરણો યાદ કરી ભાવુક થયા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ટૂર્નામેન્ટ ઉદ્ઘાટન સમયે ગેરહાજર રહ્યા હતા. ત્યારે વિલાયત ગામના આગેવાન ચૈતન્ય પટેલએ જણાવ્યું હતું કે આજના આધુનિક અને મોબાઈલ મેનિયાના સમયે રમત ગમતની ટુર્નામેન્ટોના વારંવાર આયોજનો થતા રહે તો યુવાવર્ગ મોબાઈલ, લેપટોપમાં ગેમો રમવાનું છોડી શેરી, ગલીઓની રમતો થકી આગળ વધે અને દેશનું ભાવિ ઘડે તેમજ તેઓમાં મિત્રમંડળો થકી કામગીરી બાબતનું મહત્વ વધે.