પમો મેન ઓફ ધ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન સુરત ખાતે યોજાયો…
પમો મેન ઓફ ધ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન એસ.એમ.સી. કોમ્યુનિટી હોલ, તિરૂપતિનગર પારડી કન્ડે, સચિન, સુરત ખાતે યોજાયો હતો. જેમાં સાઉથ ગુજરાતના મોટી સંખ્યામાં બોડી બિલ્ડર્સોએ ભાગ લીધો હતો.
જેમાં જુનિયર, સીનિયર, માસ્ટર દિવ્યાંગ અને વુમન્સોએ ભાગ લીધો હતો. આ કોમ્પીટીશનમાં જુનિયર અને સિનિયર મેન્સ બોડી બિલ્ડીંગ, મેન્સ ફિજિકસ, મેન્સ કલાસીક, માસ્ટર બોડી બિલ્ડીંગ, વિકલાંગ બોડી બિલ્ડીંગ અને વુમન્સ ફિઝીકસ ચેમ્પીયનશીપ–ર૦ર૩–ર૪ યોજાયો હતો.
સ્ટં્રેગથ બોડી બિલ્ડીંગ એસોસીએશન સાઉથ ગુજરાત દ્ધારા આ કોમ્પીટીશનનુુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત, તાપી, નવસારી, ભરૂચ અને વલસાડ જિલ્લાના સ્પર્ધકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
જો કે ભરૂચ જિલ્લાના રેમ્બો જીમના સંચાલક અને ટ્રેનર ઈરફાનભાઈ મલેકે પણ આ સ્પર્ધામાં પોતાનાં જીમના અન્ય સભ્યોને લઈ ભાગ લીધો હતો.
જેમાં ઈરફાન મલેક માસ્ટર કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં તેઓને બીજો ક્રમ હાંસલ કરેલ હતો. જયારે અન્ય રેમ્બો જીમના પિયુષ સોલંકી તેઓની કેટેગરીમાં ત્રીજો ક્રમ હાંસલ કરેલ હતો. જયારે અન્ય એક રેમ્બો જીમના સભ્ય એવા અમાન મલેકે પણ પોતાની કેટેગરીમાં પ મો ક્રમ હાંસલ કરેલ હતો.
સાઉથ ગુજરાત ખાતે ઈરફાન મલેક દ્ધારા બીજો ક્રમ હાંસલ કરતાં ભરૂચ જિલ્લાના જીમ સંચાલકોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી.