Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ લોકસભાના જંગ માં રંધાઈ નવી રાજકીય ખીચડી..?

Share

ભરૂચ લોકસભા બેઠક પર રસપ્રદ જંગ જામે તેવા એધાંણ,બેઠક ના રાજકીય ધમાસાણ માં છોટુ વસાવા ની એન્ટ્રી

-ભરૂચ લોકસભાના જંગ માં રંધાઈ નવી રાજકીય ખીચડી..?

Advertisement

ઝઘડિયા ના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બેઠક પર નવા જૂની કરે તેવી શક્યતા સેવાઈ રહી છે, તાજેતર માંજ ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય બીટીપી ના મહેશ વસાવા એ સી, આર પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ થી છોટુ વસાવા હવે એક્શનમાં આવ્યા છે,

છોટુભાઈ વસાવા એ ધારોલી ખાતે ના તેઓના ફાર્મ હાઉસ ઉપર પાયા ના કાર્યકરો સાથે એક મહત્વની મિટિંગ યોજી નવી પાર્ટી તૈયાર કરવાની રણનીતિ ઘડી હોવાનું કહેવાય રહ્યું છે,સાથે સાથે ઇન્ડિયા ગંઠબંધન, ભાજપ અને મહેશ વસાવા ના સ્ટેન્ડ મુદ્દે પણ આ મિટિંગ માં ચર્ચાઓ કરવામાં આવી હતી,

છોટુભાઈ ની આ મિટિંગ બાદ થી ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે શું…છોટુ વસાવા નવી પાર્ટી ઉંભી કરી ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ માં ઉતરશે..? નવા સંગઠન અને પાર્ટી થકી પુત્ર દિલીપ વસાવા ને ચૂંટણી ના જંગ માં ઉમેદવાર તરીકે ઉભા રાખશે..? તેવી અનેક ચર્ચાઓ એ છોટુભાઈ વસાવા ની મિટિંગ બાદ થી જોર પકડ્યું છે,

જો આમ થાય તો ભરૂચ લોકસભા બેઠક ઉપર વસાવા VS વસાવા VS વસાવા વચ્ચે ખરા ખરી નો જંગ જામી શકે છે તેમજ બેઠક પરના આદિવાસી મતો ત્રણ કે ચાર ભાગ માં પણ વહેંચાઈ શકે તેવી સંભાવના ઓ ને પણ નકારી શકાય તેમ નથી તેવું રાજકીય વિસલેષકો માની રહ્યા છે,


Share

Related posts

ભરૂચ : નર્મદા નદીમાં પ્રદુષણ અટકાવવાનાં સંદેશ સાથે જન જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત : લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈ પર હુમલો, એકનું મોત

ProudOfGujarat

સુરત: વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના કુલપતિએ 7500 રૂપિયામાં ખાનગી સંસ્થા પાસેથી ‘બેસ્ટ પ્રિન્સિપાલ’નો ખરીદ્યો એવોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!