Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

મકાનમાં પોષડોડાનો જથ્થો રાખી તેનું ખાનગીમાં વેચાણ કરતો શખ્સ ઝડપાયો

Share

મકાનમાં પોષડોડાનો જથ્થો રાખી તેનું ખાનગીમાં વેચાણ કરતો શખ્સ ઝડપાયો

કઠલાલના અભ્રીપુર કણજમાં જિલ્લા એસ.ઓ જી ટીમે પોષડોડાના છાલાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં પોલીસે એક શખ્સની અટકાયત કરી રૂ ૬.૯૨ લાખના પોષડોડા સહિત રૂ ૧૨.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે કઠલાલના અભ્રીપુર કણજમાં રહેતા સોમાભાઈ પોતાના મકાનમાં પોષડોડાનો જથ્થો રાખી તેનું ખાનગીમાં વેચાણ કરે છે. પોલીસે દરોડો પાડતા સોમાભાઈ ઝાલા હાજર હતો
જેના ઘર ની તલાસી લેતા પોષડોડા ભરેલા કોથળા મળી આવ્યા હતા. પોલીસે ૨૩૦ કિલો પોષડોડાના છાલાનો જથ્થો રૂ ૬.૯૨ લાખ, મોબાઇલ રૂ ૫૫૦૦, રોકડ રૂ ૨૭૨૦, કાર રૂ. પાચ લાખ મળી કુલ રૂ ૧૨.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સોમાભાઈ ઝાલાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે મધ્ય પ્રદેશ રાજ્યના રામપુરા ગામના શીવાભાઇ પાસેથી મંગાવ્યો હતો. ત્યારે એક શખ્સ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ અંગે પોલીસે સોમાભાઈ પૂંજાભાઇ ઝાલાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગંગવાની


Share

Related posts

વાંકલ : તાઉ-તે વાવાઝોડાના પગલે સુરતમાં થયેલા નુકશાન સંદર્ભે ખેતીવાડી, બાગાયત વિભાગની ૪૧ ટીમોએ પાંચ દિવસમાં જ સર્વેની કામગીરી પૂર્ણ કરી.

ProudOfGujarat

નવસારી સિવિલ હોસ્પિટલના સર્જન 10 હજારની લાંચ લેતા ઝડપાયા….

ProudOfGujarat

ભરૂચનાં અંકલેશ્વર ખાતે પેટા કોન્ટ્રાકટરનું અપહરણ કરી માર માર્યો… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!