આજ રોજ ભરૂચ નગર પાલિકાના વિરોધ પક્ષના કોંગ્રેસના સભ્યોએ ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવી શહેરના તમામ વોર્ડમાં વિકાસના કામમાં સમાન વહેંચણી કરવા રજુઆત કતી હતી. આવેદન પત્રમાં જણાવાયેલુ છે કે વોર્ડ નં-૭ ના વિસ્તારોમાં તાજેતરમાં રૂપિયા સવા કરોડના વિકાસના કામોને મંજુરી આપવામાં આવી છે પરંતુ વોર્ડ નં-૭ જ નઈ પણ ભરૂચ નગરમા તમામ વોર્ડને વિકાસ ના કામો અથ્રે એક સમાન ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અત્રે નોંધવુ રહ્યુ કે તાજેતરમાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભી તંમબાકુવાલા કે જે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં-૭ ના ચુટાયેલા સાભ્ય છે તેમણે પોતાના વોર્ડમાં વિકાસના જુદા-જુદા કામ અર્થે સવા કરોડની ગ્રાન્ટની ફાળવણી કરેલ છે જેના કારણે આ વિવાદ ઉભો થયો છે. તેથી આવેદન પત્રમાં જણાવ્યા પ્રમણે તમામ વિસ્તારોમાં વિકસના કામો અંગે એક સરખી ગ્રાન્ટ ફાળવણી કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા સમશાદલી સૈયદની આગેવાનીમાં સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા વગેરે એ આવેદન પત્ર પાઠવ્યું હતુ.
ભરૂચ નગરના તમામ વોર્ડમાં વિકાસના કામમા સમાન ગ્રાન્ટની વહેંચણી કરવા બાબતે ભરૂચ નગર પાલિકા ના વિરોધ પક્ષના સભ્યોએ આવેદન પત્ર પાઠવ્યું…
Advertisement