Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ રહેશે.જાણો ક્યારે અને કેમ?

Share

ભરૂચ નગરપાલિકા ના મુખ્ય અધિકારી દ્વારા અંડરગ્રાઉન્ડ પાણી ની ટાંકી તેમજ અંડર ગ્રાઉન્ડ સંપની સાફ-સફાઈ નું આયોજન હોય આથી આવતીકાલે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.

ભરૂચ નગરપાલિકા ના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અયોધ્યા નગર વોટરપ્રૂટમેન્ટ પ્લાન્ટ અંડરગ્રાઉન્ડ સંપ અને ઊંચી ટાંકી તેમજ જેબી મોદી પાર્ક ખાતે આવેલ અંડરગ્રાઉન્ડ સંપની સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આથી તારીખ 4/ 3 /2024 ને સોમવારના રોજ સવારે સાત વાગ્યાથી તમામ ટાંકી પરથી આપવામાં આવતો પાણીનો પુરવઠો બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી પાણીનો સંગ્રહ કરીને નગરજનોને સાચવી રાખવા નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ તારીખ 5/ 3/ 2024 ને મંગળવારે તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ ભરૂચ નગરપાલિકાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC માંથી શંકાસ્પદ મોબાઈલો સાથે એક ઇસમને પકડી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

વડોદરા નજીક દુમાડ હાઇવે પર અકસ્માતમાં ફસાયેલા ટેમ્પો ડ્રાઇવરનું કરાયું રેસ્ક્યુ

ProudOfGujarat

ઉતરાયણ પર્વ નિમિત્તે વડોદરામાં ઘાયલ પક્ષીઓ માટે પશુ ચિકિત્સક સહિત સાત એમ્બ્યુલન્સ વાન ખડે પગે રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!