ભરૂચ લોકસભા બેઠક નૉ જંગ -ચૈતર ના ભાષણો પર પોલીસ ની ચાંપતી નજર
-સ્વાભિમાન યાત્રા ભરૂચ ના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી
-આદિવાસી સમાજ ને એક જૂથ થવા ચૈતર વસાવાએ અપીલ કરી
ભરૂચ લોકસભા બેઠક ઉપરનો રાજકીય જંગ તેની ચરમસીમા એ પહોંચ્યો છે,બેઠક પરના ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા હાલ ભરૂચ ના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાભિમાન યાત્રા થકી ફરી રહ્યા છે,
ચૈતર વસાવા ની સ્વાભિમાન યાત્રા ભરૂચ તાલુકા ના ચાવજ, રહાડપોર, નંદેલાવ, શેરપુરા થઈ કંથારીયા ગામ ખાતે પહોંચી હતી,યાત્રા લઈ પહોંચેલા ચૈતર વસાવા નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત લોકો દ્વારા કરવામાં આવ્યું હતું,
અત્રે ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા ની સભા અને તેના ભાષણો ઉપર પોલીસ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જ્યાં જ્યાં ચૈતર વસાવા ભાષણ આપવા ઉભા થાય છે ત્યાં ત્યાં બે થી ત્રણ પોલીસ કર્મીઓ મોબાઈલ મારફતે વિડિયો રેકોર્ડિંગ કરતા નજરે પડી રહ્યા છે,
હાલ ભરૂચ લોકસભા બેઠક નો જંગ તેના ચરમસીમા એ પહોંચ્યો છે, જ્યાં બેઠક ઉપર ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા વિરોધી દળ ઉપર આકરા પ્રહાર પણ કરતા નજરે પડી રહ્યા છે, અને આગામી ચૂંટણીઓ માં આદિવાસી સમાજ એક જૂથ થઈ લડત આપે તેવી અપીલ પણ કરી હતી,