ભરૂચ વિધાનસભા વિસ્તાર ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ની સ્વાભિમાન યાત્રાને મળ્યો ઠેર ઠેર આવકાર
લોકસભા ચૂંટણી ચાલુ વર્ષે યોજાવવા જઈ રહી છે, હજુ તો ચૂંટણી અંગેની સત્તાવાર જાહેરાત થઈ નથી, તે પહેલા તો ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૂંટણી નૉ રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે, અને ચૂંટણી પ્રચાર ની શરૂઆત પણ થઈ ગઈ છે,
જ્યાં એક તરફ ભાજપ-સહિત ની પાર્ટીઓ પોતાના ઉમેદવાર ઉભા રાખવા માટે નામો ઉપર મંથન કરી રહી છે તો બીજી તરફ ઇન્ડિયા ગંઠબંધન એ પોતાનો ઉમેદવાર તરીકે ડેડીયાપાડા ના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવા ને પોતાનો લોકસભા બેઠક નૉ ઉમેદવાર જાહેર કરી ચૂંટણી પ્રચાર ના રણ માં ઝંપલાવી દીધું છે,
ભરૂચ લોકસભા બેઠક ઉપર દિવસે ને દિવસે અવનવી રાજકીય ખીચડી રંધાતી થઈ ચુકી છે,રાજકીય પાર્ટી ના દિગ્ગજો પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો ઉપર ઉતરી આવ્યા છે, ત્યારે હવે ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા એ ગામે ગામ ફરવાની શરૂઆત કરી નાંખી છે,
આજ રોજ ભરૂચ લોકસભા બેઠક ના ઉમેદવાર ચૈતર વસાવા એ ભરૂચ વિધાનસભા મત વિસ્તાર માં સ્વાભિમાન યાત્રા ની શરૂઆત કરી છે,
આ સ્વાભિમાન યાત્રા તબક્કા વાર રીતે ભરૂચ લોકસભા બેઠક ઉપર ફરવા જઈ રહી છે જેમાં પ્રથમ ઝઘડિયા તાલુકાના 12 થી વધુ ગામો માં ચૈતર વસાવા યાત્રા થકી લોકો સુધી જન સંપર્ક કર્યો બાદ તેઓ એ નેત્રંગ, અંકલેશ્વર, વાલિયા ખાતે લોકો વચ્ચે પહોંચી હતી તેઓની સમસ્યા ઓ સહિત ના મુદ્દાઓ સાંભળ્યા હતા
જે બાદ આજ રોજ ચૈતર વસાવા ની સ્વાભિમાન યાત્રા ભરૂચ વિધાનસભા મત વિસ્તાર ના ગામો માં ફરી રહી છે, ચાવજ, નંદેલાવ, ઉમરાજ,શેરપુરા, કંથારીયા જેવા ગામોમાં સ્વાભિમાન યાત્રા થકી ચૈતર વસાવા લોકો વચ્ચે પહોંચી રહ્યા છે, જિલ્લા માં સ્વાભિમાન યાત્રા ને ઠેર ઠેર આવકાર મળતો જોઈ આગામી લોકસભા ચૂંટણી માં દિગ્ગજો વચ્ચે જામેલા રાજકીય જંગ માં રસપ્રદ પરિણામ આવે તેવું કહેવાય રહ્યું છે