ભરૂચ ની દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપની દ્વારા કામદારો ના શોષણ બાબતે જિલ્લા કલેકટર ને અપાયું આવેદન પત્ર
ભરૂચ જિલ્લા ના દહેજ ખાતે આવેલ યોકોહામાં ટાયર કંપની વિવાદો ના ઘેરામાં આવી છે, જ્યાં કંપનીમાં જ કામ કરતા કામદારો કંપની સામે બાયો ચઢાવી છે, કંપની સત્તાધીશો દ્વારા કામદારો સાથે અન્યાય કરાતો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે,જે બાદ કર્મચારીઓએ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ પ્રોટેકશન કાઉન્સિલ ના કમલેશભાઈ પરમાર ની આગેવાની માં જિલ્લા કલેકટર ખાતે રજુઆત કરવા માટે ઢસી આવ્યા હતા
અંદાજીત ૩૦૦ થી વધુ જેટલા કર્મચારી ઓ એમની માંગણી ઓ ના સંતોષાતા હડતાલે ચડ્યા હતા, કંપની સાથે ૨૦૧૬ થી કંપની સ્થાપિત થયા બાદ તેઓને નહિવત ભથ્થામાં કામ કરાવી આગાઉ ના દિવસોમાં તમારા પગાર વધારવામાં આવશે એમ મૌખિક બાહેદરી આપી કામ કરાવી રહ્યા હતા, કર્મચારીઓના મુખ્ય પ્રશ્નો માં વેતન, કંપનીની તાનાશાહી તથા કેંટિંગ ના જમવા બાબતે ઘણી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ સેટલમેન્ટ કે વાતચીત કરવા મેનેજમેન્ટ આગળ આવી નથી રહ્યું….
હાલ કંપની ના કર્મચારીઓએ લેબર કમિશનર તથા ગાંધીનગર લેબર કોર્ટમાં પણ અરજી કરેલ પણ કંપની તરફ થી કોઈ પણ પ્રતિ ઉત્તર આપવામાં આવ્યો નથી, હાલ કર્મચારી ઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભેગા થયા હતા અને જિલ્લા કલેકટર ને મામલે આવેદન પત્ર પાઠવી કર્મચારી પ્રત્યે કંપની સંચાલકો ના રવૈયા મુદ્દે રજુઆત કરી હતી