ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગંઠબંધન નૉ કકળાટ યથાવત, કોંગ્રેસ ના એક જૂથ દ્વારા પત્રકાર પરિસદ યોજાઈ
-કોંગ્રેસ ના સિમ્બોલ પર ચૂંટણી લડવા માંગ કરાઈ
લોકસભા ચૂંટણીઓ પહેલા જ ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકીય માહોલ ગરમાયો છે, ખાસ કરી ઇન્ડિયા ગંઠબંધન ની જાહેરાત બાદ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટી ના ફાળે જતા જાણે કે કોંગ્રેસ માં જ આંતરિક ધમાસાણ શરૂ થઈ ચૂક્યું છે,
એક તરફ ઇન્ડિયા ગંઠબંધન ને લઈ કેટલાક કોંગ્રેસી આગેવાનો તેના સમર્થન માં છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ ના મહામંત્રી સંદીપ માંગરોલા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ રણા, પૂર્વ લોકસભા ઉમેદવાર શેર ખાન પઠાન સહિત ના આગેવાનો અને કાર્યકરો ગઠબંધન ના મુદ્દા ને પડકારી કોંગ્રેસ ના નેતૃત્વ ને પડકારી રહ્યા છે,
આજ રોજ ભરૂચ ના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિસદ માં કોંગ્રેસ ના એક મોટા જૂથ દ્વારા ગંઠબંધન થકી ઉમેદવાર કોઇ પણ હોય ચાલશે પરંતુ કોંગ્રેસ ના જ સિમ્બોલ પર ચૂંટણીઓ લડાય તેવી સ્પષ્ટ માંગ ઉચ્ચાર વામાં આવી હતી, અને આ બાબત ની નોંધ કોંગ્રેસ નેતૃત્વ સાંભળે તેવી અપીલ પણ કરી હતી,
અત્રે ઉલ્લેખનિય છે કે ઇન્ડિયા ગંઠબંધન થયા બાદ થી જ ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ માં શરૂ થયેલા આંતરિક રાજકારણ નૉ અંત આખરે ક્યારે અને ક્યાં સુધી જઈ તેનો અંત લે છે તે તો આવનારા સમય માં જ ખબર પડે તેમ છે જોકે વર્તમાન માં કોંગ્રેસ અને કોંગ્રેસીઓ ની સ્થિતિ જાયઃ તો જાયઃ કહા, અને શું કરીએ…જેવી બની ગઈ છે,,,, તેવી ચર્ચાઓ ટોક ઓફ ઘી ટાઉન બની છે,