ભરૂચ નગર પાલિકા ખાતે આજે ખાસ સામાન્ય સભાં નું આયોજન કરવામાં આવ્યું, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક સર્જાઈ
ભરૂચ નગર પાલિકા ના સભાં ખંડ માં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સામાન્ય સભામાં સને 2024-2025 નું બજેટ મંજૂરી માટે મુકવામાં આવ્યું હતું, સાથે સાથે સને 2023 -24 ના બજેટ નું રિએપ્રોપ્રીએશન ને પણ સભામાં મંજૂરી માટે મુકવામાં આવ્યું હતું,જે બાદ 191.88 કરોડ ના બજેટ અને 28.10 કરોડ નું પુરાંત વારુ બજેટ મંજુર કરવામાં આવ્યું હતું
પાલિકા પ્રમુખ, મુખ્ય અધિકારી ની ઉપસ્થિત માં મળેલ સામાન્ય સભામાં ભરૂચ શહેર ના વિકાસ ને લગતા વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી, તેમજ કેટલાક મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક પણ સર્જાઈ હતી,
પાલિકા ના સભાં ખંડ ના મળેલ સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષ ના મોટા ભાગ ના પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા