આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪, સાથે સંકળાયેલ ભારતના ચૂંટણી પંચની ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા બાબત-૨૦૨૪ ના પેરાઓની જોગવાઇઓ અન્વયે નિમણૂક કરવામાં આવેલ (FST,VVT,SST, VST,AT, AEO, MCC) જેવી વિવિધ ટીમોની તાલીમ આજરોજ અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચૂંટણી સાથે સંકળાયેલ ૧) ફ્લાઇંગ સ્કવોડ ટીમ FST ૨) સ્ટેટીક સર્વેલન્સ ટીમ SST, વિડીયો સર્વેલન્સ ટીમ VST ,૪) વિડીયો વ્યુઇંગ ટીમ VVT , ૫) મોડલ કોડ ઓફ કન્ડક્ટ ટીમ MCC, ૬) ચૂંટણી ખર્ચના હિસાબો રાખવાની ટીમ Expenditure Accounting Team ,૭) આસીસ્ટન્ટ એક્ષપેન્ડીચર ઓબર્ઝવર ટીમ AEO Team વગેરે ટીમો દ્નારા કામગીરી સુવ્યવસ્થિત રીતે આયોજનબધ્ધ કામગીરી થાય તે હેતુસર કર્મચારી અને અધિકારીશ્રીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી ઝધડીયા તથા નોડલ અધિકારી અને લેક્ચરર કોમ્ય્યુટર એંન્જીન્યરીંગ કે.જે. પોલીટેકનીક કોલેજ ભરૂચ દ્નારા તમામ ટીમોના ૧૧૦ જેટલા અધિકારી એને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તમામ ટીમોને ચૂંટણી જાહેર થયે તરત જ કાર્યરત થવા તથા તેઓને લગતી કામગીરી સમયમર્યાદામાં પુર્ણ કરવા જણાવ્યું હતું.
આ તાલીમ દરમ્યાન અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલ, નાયબ ચુંટણી અધિકારી એમ.એસ. ગાંગૂલી, તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.