Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઇન્ડિયા ગંઠબંધન ને લઈ ભરૂચ કોંગ્રેસ ની મહત્વની બેઠક સર્કિટ હાઉસ ખાતે આવતી કાલે યોજાય તેવી શક્યતા

Share

ઇન્ડિયા ગંઠબંધન ને લઈ ભરૂચ કોંગ્રેસ ની મહત્વની બેઠક સર્કિટ હાઉસ ખાતે આવતી કાલે યોજાય તેવી શક્યતા

ઇન્ડિયા ગંઠબંધન માં ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટી ના ફાળે જતા જાણે કે સ્થાનિક જિલ્લા કોંગ્રેસ વેર વિખેર બની છે, કોંગ્રેસ ના અનેક નેતાઓ જ્યાં ખુદ પાર્ટી ની કેટલીક નીતિઓ થી નારાજ છે તો કેટલાક નેતાઓ આંતરિક રાજકારણ ને લઈ પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તેવામાં હવે ભરૂચ જિલ્લા કોંગ્રેસ ની અગત્ય ની બેઠક આવતી કાલે ભરૂચ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે,

Advertisement

કહેવાય રહ્યું છે કે આ બેઠક માં ઇન્ડિયા ગંઠબંધન મુદ્દે અને પાર્ટી ના સ્ટેન્ડ મુદ્દે મહત્વની ચર્ચાઓ કરવામાં આવનાર છે, તાજેતર માંજ નારાજ થયેલા કેટલાક અગ્રણી નેતાઓને પણ આ મિટિંગ માં સાંભળવા માં આવનાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે, એક સાંધે ને તેર તૂટે જેવી સ્થિતિ માં મુકાયેલ કોંગ્રેસ ને હવે જોવું રહ્યું કોણ એક જૂથ કરી આગામી ચૂંટણીઓમાં કામે લગાડે છે તે તો આગામી સમય માંજ ખબર પડી શકે તેમ છે,


Share

Related posts

ભરૂચમાં સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તારમાંથી જુગાર રમતા 6 ખેલંદાઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં હવે યોગ પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે માતરીયા તળાવ નજીક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

ProudOfGujarat

વિરમગામના જખવાડા ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!