લ્યો બોલો, નેત્રંગ ગ્રામપંચાયત નું વીજ બિલ બાકી પડતા જીઈબી એ જોડાણ કાપવાની ફરજ પડી
ભરૂચ જિલ્લા ના પૂર્વ પટ્ટી વિસ્તાર માં આવેલ સૌથી મોટી નેત્રંગ ગ્રામ પંચાયત નૉ અંધેર વહીવટ વધુ એક વાર લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં છેલ્લા કેટલાય સમય થી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ જોડાણ અંગેનું લાઈટ બિલ પંચાયત દ્વારા ભરવામાં ઉદાસીનતા દાખવવા માં આવી હોવાનું કહેવાય રહ્યું છે,
અંદાજીત પાંચ લાખ ઉપરાંત નું પંચાયત ઓફિસ અને સ્ટ્રીટ લાઈટ ના બાકી પડતા નાણાં ની ભરપાઈ પંચાયત વહીવટ કર્તાઓ દ્વારા ભરવામાં ન આવતા આખરે જીઈબી વિભાગે અંધેર વહીવટ કર્તાઓ સામે લાલ આંખ કરી હતી અને વીજ જોડાણ કાપવામાં આવ્યો હતો,
અત્રે ઉલ્લેખનિય છે કે જિલ્લા ની અનેક પાલિકા અને ગ્રામ પંચાયત માં આ અગાઉ આ જ પ્રકારના અંધેર વહીવટ ના દર્શન પ્રજા કરી ચુકી છે તેવામાં નેત્રંગ ગ્રામ પંચાયત નૉ અંધેર વહીવટ પણ કેમ પાછળ પડે.. તેવી બાબતો હાલ નેત્રંગ ગ્રામ પંચાયત ના કપાયેલ વીજ જોડાણ બાદ થી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે,