ઇન્ડિયા ગંઠબંધન ની જાહેરાત બાદ કહી ખુશી કહી ગમ, ભરૂચ બેઠક પર ના નિર્યણ ને પડકારવા ફૈઝલ પટેલ દિલ્હી જશે
-સ્વ, અહેમદ પટેલ ના પરિવાર ને ટિકિટ આપવામાં જ કોંગ્રેસ ગંઠબંધન ને વાંધો પડયો
ભરૂચ લોકસભા બેઠક ચૂંટણીઓ પહેલા સતત ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની છે, બેઠક ઉપર ઇન્ડિયા ગંઠબંધન ની જાહેરાત થઈ ચુકી છે અને આ બેઠક ઉપર થી ચૈતર વસાવા ને ઉમેદવાર તરીકે જાહેર કરી પણ દેવાયા છે,પરંતુ દિલ્હી કોંગ્રેસ ના નિર્યણ સામે સ્થાનિક કોંગ્રેસ ના જ કેટલાક આગેવાનોએ બાયો ચઢાવી છે,
સ્વ, અહેમદ પટેલ નું નામ આગળ ધરી આ બેઠક પર કોંગ્રેસ ના જ ઉમેદવાર હોવા જોઈએ તેવી જીદ પકડી ખુદ અહેમદ પટેલ ના પરિવારના લોકો પાર્ટી સમક્ષ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તેવામાં ફૈઝલ પટેલે પણ આ બેઠક ઉપર ચૂંટણી લડવાની વાત પર અડિંગ રહી પોતે ગંઠબંધન ના નિર્યણ ને લઈ દિલ્હી ખાતે જઈ રજુઆત કરશે તેમ તેઓએ જણાવ્યું હતું,
તો બીજી તરફ કેટલાય કોંગ્રેસીઓ હાઈ કમાન્ડના નિર્યણ ને આવકાર આપી રહ્યા છે તો કેટલાક ચૂંટણી માં નિષ્ક્રિય કામગીરી કરશે તેવી ચર્ચાઓ કરતા પણ થઈ ગયા છે, ત્યારે ઇન્ડિયા ગંઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા પોતાની સ્વાભિમાન યાત્રા થકી ગામે ગામ ફરી રહ્યા છે,
સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી ના રનિંગ સાંસદ મનસુખભાઇ વસાવા એ પણ ગંઠ બંધન થી કોઇ ફરક પડશે નહિ અને ભરૂચ લોકસભા બેઠક તો ભારતીય જનતા પાર્ટી જ જીતશે તેવો હુંકાર કર્યો હતો સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે છોટુ વસાવા અને અહેમદ પટેલ રાજકારણ માં સક્રિય હતા તે સમયે પણ અમે જ જીત્યા હતા તેમ પણ જણાવ્યું હતું,