ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી,
ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી,
ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા,
ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી,
પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,